અમરેલી દીકરા નું ઘર ખાતે મેડિકલ ચેક અપ કેમ્પ નું આયોજન અમરેલી ના દીકરા નું ઘર વૃદ્ધાશ્રમ ખાતે આજ રોજ હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર આર મકવાણા, ડો. રાજીવ સિંહા, ડો. મુકેશ સિંગ, ડો. કિશન ગોહેલ, ગૌતમ બારડ, પ્રભાત બાંભવા અને આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ દ્વારા ૪૧ વૃધ્ધજનો ની આરોગ્ય તપાસ કરી, જરૂરી બીપી, ડાયાબિટીસ વગેરે રોગો માટે લેબ ટેસ્ટ કરી સારવાર આપવા માં આવી હતી. વૃદ્ધાવસ્થામાં પૌષ્ટિક આહાર સેવન અને સ્વસ્થ રહેવા માટે પાળવામાં આવતી પરેજીઓ વિશે અને રોગો ની નિદાન , સારવાર માટે સમય સર તબીબી તપાસ અને દવાઓ વિશે સમજાવી આરોગ્ય શિક્ષણ આપેલ હતું. ચાવંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો મુકેશ સિંગ અને તેમની ટીમ દ્વારા સમગ્ર કામગીરી નું આયોજન કરેલ હતું.
દીકરા નું ઘર ખાતે મેડિકલ ચેક અપ કેમ્પ નું આયોજન

Recent Comments