દીદી આક્રમકઃ કંઇ કામધંધો નથી, જ્યારે જુઓ ત્યારે આવી જાય છે ચડ્ડા,નડ્ડા,ફડ્ડા
પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસ પર જશે ગૃહ મંત્રી અમિત શાહ
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચેનું રાજકીય યુદ્ધ દિવસેને દિવસે તીવ્ર થઈ રહ્યું છે. ગુરુવારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ત્યારબાદ બંને પક્ષે જુબાની જંગ પણ ખૂબ ચાલી. સીએમ મમતા બેનર્જીએ પથ્થરમારાની આ ઘટનાને ભાજપનું નાટક ગણાવતા કહ્યું કે તેમની પાસે બીજાે કોઈ કામધંધો નથી, બધા અહીં જ દટાયેલા રહે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૧૯ અને ૨૦ ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળ જઇ રહ્યા છે.
મમતાએ કહ્યું, ‘તેમની (બીજેપી) પાસે કોઈ બીજાેકોઇ કામધંધો નથી. મોટાભાગે ગૃહમંત્રી પણ અહીં જ હોય છે, બાકીનો સમય તેમના ચડ્ડા, નડ્ડા, ફડ્ડા, ભડ્ડા અહીં હોય છે. જ્યારે તેમની પાસે કોઈ દર્શક હોતા નથી તેઓ પોતાના કાર્યકર્તાઓને નોટંકી કરવા માટે કહે છે. ડાયમંડ હાર્બર વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે મમતાએ આંગળી ઉઠાવતા કહ્યું કે તમારી સાથે સુરક્ષાકર્મીઓ છે. કોઈ તમારા પર કેવી રીતે હુમલો કરી શકે છે? હુમલાનું આયોજન કરવામાં આવ્યું હશે, મેં પોલીસને તપાસ કરવા માટે કહ્યું છે. પરંતુ હું દરવખતે ખોટું સહન કરીશ નહીં. તેઓ (ભાજપના કાર્યકરો) દરરોજ શસ્ત્રો (રેલીઓ માટે) સાથે આવે છે. તેઓ પોતાને થપ્પડ મારી રહ્યા છે અને તેનો આરોપ તૃણમૂલ કોંગ્રેસ પર લગાવી રહ્યા છે. જરા સ્થિતિ અંગે વિચારો. તેઓ બીએસએફ, સીઆરપીએફ, આર્મી અને સીઆઈએસએફની સાથે ફરી રહ્યા છેપ તો પછી તમે આટલા બધા ડરો છો કેમ?
મમતાની વાત સાંભળીને નડ્ડાએ કહ્યું, ‘તેમણે મારા વિશે ઘણી બધી સંજ્ઞાઓ, વિચારો અને શબ્દાવલી આપી છે. મમતા જી આ તમારા સંસ્કારો વિશે જણાવે છે અને આ બંગાળી સંસ્કૃતિ નથી. મમતાજી બંગાળને કેટલું નીચે લઈ ગયા છે.
પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસ પર જશે ગૃહ મંત્રી અમિત શાહ
એક મીડિયા રિપોર્ટ મુજબ અમિત શાહ ૧૯ ડિસેમ્બરે કોલકાતા પહોંચશે અને ત્યાં ૨૦ ડિસેમ્બર સુધી રોકાશે. આગામી વર્ષે રાજ્યની વિધાનસભા ચૂંટણીની વચ્ચે ટીએમસી અને બીજેપીની વચ્ચે વધી રહેલા તણાવથી રાજકીય પારાનો અંદાજાે લગાવી શકાય છે. બીજી તરફ કેન્દ્ર સરકારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના પશ્ચિમ બંગાળના પ્રવાસ સમયે કથિત ગંભીર સુરક્ષા ખામીને લઈ ગુરૂવારે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી આ રિપોર્ટ પશ્ચિમ બંગાળ સરકાર પાસે માંગવામાં આવ્યો છે જ્યારે બુધવારે બીજેપીના સ્ટેટ યૂનિટના અધ્યક્ષ દિલીપ ઘોષે ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો.
Recent Comments