fbpx
અમરેલી

દીપક હાઈસ્કૂલમાં બોર્ડના પરિક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવાઈ

અમરેલી : વિદ્યાભારતી ટ્રસ્ટ – અમરેલી  સંચાલિત દીપક હાઈસ્કૂલમાં આજે ધો. ૧૦ અને ધો. ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થતા અમરેલી જિલ્લાની અગ્રણી સેવાભાવી એન.જી.ઓ. લાયન્સ કલબ ઓફ અમરેલી ( સીટી ) દ્વારા પ્રથમ દિવસે પરિક્ષાર્થી ભાઈ – બહેનોને  પરીક્ષામાં ઉજ્જવળ સફળતા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મહત્વના સુંદર ભવિષ્ય માટે આત્મવિશ્વાસ, શાંત ચિત્તે અને સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપીને ખૂબ સારી સફળતા મેળવી એક આદર્શ વિદ્યાર્થી દ્રારા સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં સહભાગી થાઓ એવી પરીક્ષાાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. પરીક્ષાર્થી ભાઈ – બહેનોને ચોકલેટ તથા પેન વિતરણ કરવામાં આવ્યા હતા. 

આ તકે દિપક હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અમિતભાઇ ઉપાધ્યાયએ સૌને આવકાર્યા હતા. શુભેચ્છાઓ પાઠવવા લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન ભુપતભાઇ ભુવા, સેક્રેટરી લાયન ડો. મહેશભાઈ એમ.પટેલ, લાયન રમેશભાઈ ગોલ, લાયન એમ. એમ. પટેલ, લાયન વિનોદભાઈ આદ્રોજા, લાયન ભદ્રેશસિંહ પરમાર, શ્રી પર્વ રૂચિતભાઈ  પટેલ, શ્રી  દર્શનભાઈ ચૌહાણ તથા શ્રીમતી સુનિતાબેન આર. ગોલ, શ્રીમતી રેખાબેન એમ. પટેલ, શ્રીમતી ભારતીબેન એમ. પટેલ, શ્રીમતી હસુબા બી. પરમાર  ઉપરાંત કોમર્સ કોલેજના પ્રા. જે. એમ. તળાવીયા, પ્રા. (ડૉ.) એ. કે. વાળા, ડૉ. જે. ડી. સાવલિયા વગેરે પણ ઉપસ્થિત રહયા હતા તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પી.આર.ઓ. લાયન એમ. એમ. પટેલ જણાવે છે.

Follow Me:

Related Posts