fbpx
બોલિવૂડ

દીપિકા ઇન્ટરનેશનલ શૂઝ બ્રાન્ડેની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર

કંપનીએ કહ્યું કે આ ડગલંુ મહિલા વિક્રેતા વચ્ચે એક મજબૂત બ્રાન્ડનું નિર્માણ કરશે. કંપનીએ વધુમાં જણાવ્યું હતંુ કે દીપિકા પદુકોણ અને અન્ય વિમેન્સ સ્પોર્ટ્‌સ પર્સનાલિટી સાથે મળીને કંપની પાવરફુલ રોસ્ટરમાં સમાવેશ થઈને અમે પ્રેરક વ્યક્તિઓ મારફતે મહિલાઓ માટે રમતને લોકતાંત્રિક બનાવવા માટે અને વિવિધતા લાવવા માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.

આ વિશે દીપિકા પદુકોણને કહ્યું કે, ‘એક એથ્લેટિક હોવાથી અને રમત રમતી હોવાથી મને તે વ્યક્તિ બનવામાં મદદ મળી છે જે આજે હું છું. તેણે મને એવાં મૂલ્યો શીખવ્યાં છે જે જીવનના કોઈ અન્ય અનુભવોમાંથી શીખી શકી ના હોત. આજે ફિટનેસ, ફિઝિકલી અને ભાવનાત્મકતા મારા જીવનનું અભિન્ન અંગ છે.’ દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કંપનીના સ્પોર્ટ્‌સ વેર સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી જે સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઈન્ટ બની હતી.

Follow Me:

Related Posts