fbpx
બોલિવૂડ

દીપિકા કક્કડ સિરિયલ ‘સસુરાલ સિમર કા ૨’માં પરત આવવા માટે તૈયાર, સામે આવ્યો પ્રોમો

સસુરાલ સિમર કાની પહેલી સીઝનનો ભાગ છ વર્ષ સુધી બન્યા બાદ, દીપિકા કક્કડ આ ફેમિલી ડ્રામાના બીજા ભાગ સાથે પરત આવવા માટે તૈયાર છે. બિગ બોસ ૧૨ જીતનાર એક્ટ્રેસે કહ્યું, ‘આ સિમર વધારે મજબૂત હશે તેમજ તેમા અન્ય ઘણા શેડ્‌સ જાેવા મળશે. તેમા નવા પાત્રો અને ચેપ્ટર હશે’.

ઘણા એક્ટર્સ એવા પ્રોજેક્ટ નથી કરતાં જેની સાથે પહેલા તેઓ સંકળાયેલા હતા, પરંતુ દીપિકાને આમ કરવામાં કોઈ વાંધો નથી. તેણે કહ્યું, ‘સિમર મારો ભાગ છે તે વાતને મેં હંમેશા જાળવી રાખી છે અને તે હંમેશા મારામાં જીવંત રહેશે. મેં ભલે છ વર્ષ માટે પાત્ર ભજવ્યું હોય, પરંતુ તે મારા માટે આજે પણ જીવંત છે. મારા સાસરિયા આજે પણ મને સિમર કહીને બોલાવે છે. શરૂઆતમાં, શોના કારણે તેઓ મારી સાથે કનેક્ટ થયા હતા. આ સિવાય, કલાકાર તરીકે પણ શોમાં પાછી જઈશ અથવા તે જ માર્ગે ચાલીશ તે અંગે વિચાર્યું નહોતું. હું બ્રેક લેવાના મૂડમાં હતી અને છેલ્લા છ મહિનામાં ઘણા શોને ના પાડી ચૂકી છું. પરંતુ બાદમાં મને સસુરાલ સિમર કા તરફથી ફોન આવ્યો હતો. હું આજે જે કંઈ છું તે મને આ શોએ બનાવી છે’.

સીરિયલની પહેલી સીઝન લાંબા સમય સુધી ચાલી હતી. આ સિવાય તેમા જે પ્રકારના ટિ્‌વસ્ટ બતાવવામાં આવ્યા હતા, તેનાથી લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી. ખાસ કરીને, સિમરને માખી બનતી બતાવવામાં આવી હતી તે સીન. ટ્રોલિંગ અને મીમ્સને અવગણતાં, દીપિકાએ કહ્યું, ‘મને તેની અસર નહોતી થઈ. તમે અમારા વખાણ કરી શકો છો અથવા ટ્રોલ કરી શકો છો. પરંતુ તમે અમને અવગણી શકતા નથી. તેથી, તે જીત છે. દિવસના અંતે કોઈ બાબત મહત્વની હોય તો તે છે રેટિંગ. તેથી, જાે રેટિંગ મળી રહ્યા છે તો તેનો અર્થ છે કે લોકો શો જાેઈ રહ્યા છે. હોરર ફિલ્મમાં આવા સીન હોય તો લોકો તેની મજાક કેમ નથી ઉડાવતા? પરંતુ દૈનિક ધારાવાહિક સીરિયલ સાથે આમ થાય છે. એન્ટરટેન્મેન્ટ ફેક્ટર તો બંનેમાં છે જ ને’.

Follow Me:

Related Posts