દીપિકા પાદુકોણના જન્મદિવસે જાણો તેમના વિષે રસપ્રદ વાતો
બોલીવુડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણનો ૩૭મો જન્મ દિવસ ઉજવ્યો. દીપિકા પાદુકોણ આજના સમયમાં સૌથી વધુ લોકપ્રિય અને ડિમાન્ડ વાળી અભિનેત્રી છે. ઓમ શાંતિ ઓમથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર દીપિકાની પઠાણ સુધીની કેવી સફર રહી છે. આવો જાણીએ આ રોમાંચક સફર. ડેનમાર્કમાં જન્મેલી અને ભારતમાં ઉછરેલી દીપિકા પાદુકોણનું બાળપણથી જ લક્ષ્ય હતું કે પિતા પ્રકાશ પાદુકોની જેમ વિશ્વ કક્ષાની બેડમિન્ટન ખેલાડી બનવાનું. દીપિકાનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૮૬ના રોજ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના પિતા પ્રકાશ પાદુકોણ ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી છે અને તેની માતા ઉજ્જલા એક ટ્રાવેલ એજન્ટ છે. તો તેની નાની બહેન અનીશા ગોલ્ફર છે.
દીપિકા પાદુકોણ માત્ર એક વર્ષની હતી ત્યારે તેનો પરિવાર બેંગ્લોર શિફ્ટ થયો હતો. જેથી દીપિકાએ પ્રારંભિક શિક્ષણ બેંગ્લોરની સોફિયા હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. આ પછી તેણે માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો. સમાજશાસ્ત્રમાં બી.એની ડિગ્રી મેળવવા ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. પરંતુ મોડલિંગની દુનિયામાં પગ મૂકતા અભ્યાસ છોડી દીધો હતો. કારકિર્દીની શરૂઆતમાં દીપિકાએ લિરિલ સાબુ માટે ટેલિવિઝન કમર્શિયલ સાથે જાેડાઈ ઓળખ મેળવી હતી. આ સાથે અન્ય ઘણી બ્રાન્ડ માટે પણ મોડલિંગ કર્યું છે. તો વર્ષે ૨૦૦૫માં દીપિકા પાદુકોણે ડિઝાઇનર સુનીત વર્મા માટે લેક્મે ફેશન વીકમાં ભાગ લીધો. તો કિંગફિશર ફેશન એવોર્ડ્સમાં મોડલ ઓફ ધ યર એવોર્ડ પણ દીપિકાએ જીત્યો છે.
તે બાદ ૨૧ વર્ષની ઉંમરે દીપિકા પાદુકોણ મુંબઈ આવી માસીના ઘરે રહેવા લાગી હતી. તો ૨૦૦૬માં દીપિકાએ પહેલી વખત હિમેશ રેશમિયાના આલ્બમ આપ કા સુરૂરના ગીત નામ હૈ તેરામાં જાેવા મળી હતી. બસ અહીં તેના કરીયરની જે શરૂઆત થઈ કે તેણે પાછું વળીને જાેયું નથી. પરંતુ શરૂઆતમાં તેણે ઓફરને ઈન્કાર કરી અનુપમ ખેરની ફિલ્મ એકેડમીમાં અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવ્યો હતો. બોલીવુડમાં એન્ટ્રી માર્યા પહેલાં વર્ષ ૨૦૦૬માં દીપિકા પાદુકોણે કન્નડ ફિલ્મ ઐશ્વર્યામાં અભિનેતા ઉપેન્દ્ર સાથે ફિલ્મની શરૂઆત કરી હતી. તે બાદ તેણે બોલીવુડમાં એન્ટ્રી મારી ફેન્સના દિલ જીત્યા.
ફિલ્મ નિર્દેશક ફરાહ ખાને દીપિકા પાદુકોણને ઓમ શાંતિ ઓમમાં અભિનેત્રીના રોલમાં કાસ્ટ કરી. બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન સાથે પોતાની પહેલી ફિલ્મ કરી દીપિકા પાદુકોણ બોલીવુડમાં છવાઈ ગઈ હતી. એટલું જ નહીં પણ વર્ષ ૨૦૧૭માં દીપિકા પાદુકોણે એક્ટર વિન ડીઝલ સાથે હોલીવુડ ફિલ્મ ટટટ ર્રિટન ઓફ ઝેન્ટર કેઝમાં પણ કામ કર્યું હતું. બોલીવુડમાં રાતોરાત ચમકેલી દીપિકા પાદુકોણની સફર પણ ખૂબ સંઘર્ષથી ભરેલી છે. બોલીવુડમાં પગ જમાવ્યા બાદ વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૧ દીપિકા માટે સારા નહોંતા રહ્યા. દીપિકા પાદુકોણની આરક્ષણ અને દેશી બોયઝ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી.
તો ફિલ્મો ફ્લોપ થતા ટિકાઓ અને રિજેક્શન પણ થવા લાગ્યા. પરંતુ દીપિકાએ હાર ના માની અને વર્ષ ૨૦૧૨માં ફિલ્મ રોમ-કોમ કોકટેલમાં દીપિકાએ શાનદાર અભિનય કર્યો. આ ફિલ્મ દીપિકા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. જે બાદ દીપિકાનો સિતોરો સતત ચમકતો રહ્યો છે. જેમાં પીકુ, બાજીરાવ મસ્તાની, યે જવાની હૈ દીવાની, ગોલિયોં કી રાસલીલા રામ-લીલા, હેપ્પી ન્યૂ યર જેવી હિટ ફિલ્મો આપી હતી. ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલિઝ થવાની છે. પરંતુ આ ફિલ્મના ગીતમાં દીપિકાએ પહેરેલા ડ્રેશ વિવાદોની આગ લગાવી હતી. બેશરમ રંગ અને ઝુમે જાે પઠાણ ગીતના લીધે દીપિકા ખૂબ જ ટ્રોલ થઈ છે. પરંતુ દીપિકા એટલી મજબૂત મનોબળની છે કે તેને નેગેટિવ ટિપ્પણીઓથી કોઈ ફરક નથી પડતો.
Recent Comments