રાષ્ટ્રીય

દીપોત્સવનો પ્રારંભ : દિવાળીનો ૬ દિવસનો ઉત્સવદિવાળી અને દીપોત્સવને લઈને લોકોમાં અનેરો થનગનાટ જાેવા મળ્યો

વેપારીઓ દ્વારા ચોપડા પૂજન ઃ તહેવારો રંગેચંગે મનાવવા લોકોમાં અનેરો થનગનાટદિવાળી અને દીપોત્સવને લઈને લોકોમાં અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે. આજથી દીપોત્સવ પર્વનો પ્રારંભ થયો છે. આજે ધનતેરસ થવાની છે. ધન વર્ષા લોકો સોના ચાંદીથી માંડીને વાહનોની ખરીદી કરી રહયા છે. તારીખોની ગણતરી કરનારા વિદ્વાનોના મતે, આ વખતે દિવાળી ૩૧મી ઓક્ટોબર અને ૧લી નવેમ્બર એમ બંને રીતે અલગ-અલગ માન્યતાઓ અનુસાર ઉજવવામાં આવી શકે છે. જાે કે ધનતેરસ ૨૯ ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે એટલે કે મંગળવારથી જ રોશનીનો તહેવાર શરૂ થયો છે.

નરક ચતુર્દશી અથવા રૂપ ચૌદસ (છોટી દિવાળી) ૩૦મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે અને ત્યારબાદ ૩૧મી ઓક્ટોબરે અમાવસ્યાના રોજ દિવાળી ઉજવવામાં આવશે. દિવાળીના દાન બીજા દિવસે ૧લી નવેમ્બરે કરી શકાય છે. કારતક અમાવસ્યા ૩૧મી ઓક્ટોબરે બપોરે ૩.૫૩ કલાકે શરૂ થશે. એટલે કે અમાવસ્યાની નિશા પૂજા એ જ સાંજે થશે.
બીજી તરફ, ઉદયા તિથિમાં માનનારાઓ દલીલ કરે છે કે અમાવસ્યામાં સૂર્યોદય ૧ નવેમ્બરે થશે અને અમાવસ્યા સાંજે ૬ઃ૧૭ સુધી રહેશે. તેથી દિવાળી ૧લી નવેમ્બરે ઉજવવી જાેઈએ. ધર્માચાર્ય બંને દલીલોને પરંપરા અનુસાર ગણે છે. તેમનું કહેવું છે કે જે લોકો અમાવસ્યાના દિવસે દાન, તાાન અને અન્ય પૂજાઓ કરે છે. તેમણે આ બધી વસ્તુઓ ૧લી નવેમ્બરે કરવી જાેઈએ. તે જ સમયે, ૩૧મી ઓક્ટોબરે દિવાળીની ઉજવણી કરવી તાર્કિક રહેશે. રજી નવેમ્બરે ગોવર્ધન પૂજા અને ૩જીએ ભૈયા દૂજ સાથે રોશનીનો પર્વ સમાપ્ત થશે.

મતલબ કે આ વખતે રોશનીનો તહેવાર પાંચને બદલે છ દિવસ ચાલશે. પ્રકાશનો પર્વ દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ધનતેરસના રોજ માતા લક્ષ્મીની પૂજા કરી, સુખ-સમળદ્ધિની કામના કરશે. તેમજ જૂના સિક્કાઓ, સોના-ચાંદીના દાગીનાનું પૂજન કરશે. જ્યારે ખેડૂતો ખેતીના ઓજારો, બળદ, ટ્રેક્ટર સહિતનાનું પૂજન કરશે.
ધનતેરસના દિવસે સોનું ખરીદવાનું અનેરૂ મહત્વ હોવાથી સોનીની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામશે તેવી વેપારીઓમાં આશા સેવાઈ રહી છે. ઘરની બહાર રંગોળી અને દીવડાઓથી સજાવટ કરવાનું શરૂ કરાયું છે. ત્યારે ધનતેરસના રોજ લોકો લક્ષ્મીજીની પૂજા કરી ધન સંપત્તિમાં વધારો થાય અને સુખ-સમળદ્ધિ આવે તેવી માતા લક્ષ્મીને પ્રાર્થના કરતા હોય છે.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકો ધનતેરસના દિવસે વર્ષો જૂના સંગ્રહ કરેલા રાજા-મહારાજાના સમયના જૂના સિક્કાઓને લક્ષ્મીજીના શરણે મૂકે છે. તેમજ આ ધનમાં દર વર્ષે નવો સિક્કો ઉમેરવાનો રિવાજ છે. બાદમાં માતાજીને કમળનું ફૂલ અર્પણ કરવામાં આવે છે. લક્ષ્મી પૂજનના દિવસે કમળનું મહત્વ અનેરૂ હોવાથી તેના ભાવમાં વધારો જાેવા મળે છે.

ધનતેરસના દિવસે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખેતીના ઓજારો. ટ્રેક્ટર અને બળદને કંકુ-તિલક કરી પૂજા કરે છે. તેમજ વેપારીઓ દ્વારા નવા વર્ષના ચોપડાનું પૂજન કરવામાં આવે છે. ધનતેરસના દિવસે કોઈ પાસેથી ઉધાર પૈસા લેવાથી લોકો દૂર રહે છે. તેમજ ધનતેસરનો દિવસ શુભ હોવાથી લોકો યથાશક્તિ સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. પરિણામે સોનીની દુકાનોમાં ભીડ જામતી હોય છે. પ્રાણ તિષ્ઠા પછી પહેલીવાર દિવાળી અયોધ્યા ઝૂમી રહી છે

પંડિત વિનોદ ત્યાગી કહે છે કે, આ વર્ષે કારતક મહિનાના કળષ્ણ પક્ષની ત્રયોદશી ૨૯ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ઃ૩૧ વાગ્યાથી ૩૦ ઓક્ટોબરના રોજ બપોરે ૧ઃ૧૫ વાગ્યા સુધી રહેશે. સુધી ચાલશે. આ કારણે ધનતેરસનો તહેવાર ૨૯ ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે. આ દિવસે પૂજા માટે શુભ મુહૂર્ત સાંજે ૬ઃ૩૧ થી ૮ઃ૧૩ સુધી રહેશે નિશ્ચિત ઉર્ધ્વગ્રહ વળષભ અને લાભના ચોઘડિયા મુહૂર્તમાં.

ધનતેરસ પહેલા સળંગ ત્રણ ટ્રેડિંગ સેશનમાં સોનું રેકોર્ડ હાઈથી ૧,૮૫૦ રૂપિયા સસ્તું થઈ ગયું છે. ચાંદીના ભાવમાં પણ ૩૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું ૪૦૦ રૂપિયા સસ્તું થયું હતું અને તેની કિંમત ૮૧,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતી. ચાંદી કોઈ હિલચાલ વિના રૂ.૯૯,૫૦૦ પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. સોનું સસ્તું થવાને કારણે તેની માંગ વધી છે.

વેપારીઓએ જણાવ્યું હતું કે નબળા વૈશ્વિક સંકેતો અને જવેલર્સની નબળી માંગને કારણે ભાવમાં ઘટાડો થયો છે. વિદેશી બજારોમાં, કોમેક્સ સોનું ૦.૩૮% ઘટીને ઇંર, ૭૪૪ પ્રતિ ઔંસ થયું હતું. તેનાથી માર્કેટમાં વાઇબ્રન્સી વધી છે.
આ વખતે સોનાના દાગીનાના બદલે સિક્કા અને બારની માંગ મજબૂત છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રાદેશિક સીઈઓ (ભારત) સચિન જૈને જણાવ્યું હતું કે, લોકો રોકાણ અને લગ્નો માટે જવેલરી ખરીદી રહ્યા છે. ડિજિટલ ગોલ્ડ અને ગોલ્ડ ઇટીએફની માંગ મજબૂત છે.

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સાઈ ગિરધર કહે છે કે ધનતેરસ અને દિવાળી પર વાહનોના વેચાણના રેકોર્ડ તૂટી જશે. સમગ્ર સિઝનમાં ૪૫ લાખ વાહનોનું વેચાણ થવાનો અંદાજ છે. તેમાંથી ૧૫% ધનતેરસ-દિવાળી પર જ વેચવામાં આવશે.

Follow Me:

Related Posts