fbpx
ગુજરાત

દીવના કલેક્ટર સલોની રાયની બદલી, નવા કલેક્ટર તરીકે ફવરમાન બ્રહ્માની નિયુક્તિ

દીવના કલેક્ટર સલોની રાયની બદલી કરવામાં આવી છે. દીવના નવા કલેક્ટર તરીકે ફવરમાન બ્રહ્માની નિયુક્તી કરવામાં આવી છે. સલોની રાયની સેલવાસ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશનના સેક્રેટરી પદે બદલી કરવામાં આવી છે. દીવની તેમની સારી કામગીરીથી લોકો ખુશ થયા હતા.

દીવના નવા કલેક્ટર તરીકે 2019ની બેચના આઇ.એ.એસ  ફવરમાન  બ્રહ્માની નિયુક્તી કરવામાં આવી છે. દીવ કલેક્ટર તરીકે સલોની રાયે અઢી વર્ષ સુધી કાર્યભાર સંભાળ્યો હતો. ખાસ કરીને કોરોના કાળમાં તેમણે સારી ભૂમિકા ભજવી હતી અને તાઉતે વાવાઝોડામાં પણ સતત ખડેપગે રહી જનતામાં લોકચાહના મેળવી હતી.

દીવના કલેક્ટર તરીકે સલોની રાય સામાન્ય વ્યક્તિને પણ પોતાની ચેમ્બરમાં માન-સમ્માન આપતા હતા અને લોકોની સમસ્યા સાંભળી ત્વરિત નિરાકરણ કરવા માટે તત્પર રહેતા હતા. દીવ પ્રશાસનમાં પણ દરેક ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓને પણ સારૂ માર્ગદર્શન પુરૂ પાડતા હોવાથી પ્રશાસનમાં પણ તેમની પ્રશંસા થતી રહેતી હતી.

 સલોની રાય હવે સેલવાસ માં હાયર એજ્યુકેશન અને ટેકનીકલ  એજ્યુકેશનના સચિવ તેમજ ઓફિશિયલ લેંગ્વેજ, સ્કીલ ડેવલપમેન્ટ, પોર્ટ અને લાઇટ હાઉસના સચિવ તરીકે ભૂમિકા ભજવશે

Follow Me:

Related Posts