fbpx
રાષ્ટ્રીય

દીવના દરિયામાં ડોલ્ફીનની ડાઈવ, ડોલ્ફીનના ઝુંડે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું, વહેલી સવારથી પ્રવાસીઓ જોવા ઉમટે છે

સવારે 6થી 10 સુધી વધારે પ્રમાણમાં ડોલ્ફીન જોવા મળે છે કેન્દ્ર શાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવમાં આવેલો ઘોઘલા બીચ, જલંધર બીચ, કિલ્લો, પાણીકોઠા અને મ્યુઝિયમ સહિતના સ્થળો ટૂરિસ્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા જ છે. પરંતુ હાલ પ્રવાસીઓ દરિયામાં ડોલ્ફીન આકર્ષી રહી છે. દીવના દરિયામાં અત્યારે ડોલ્ફીનનું ઝુંડ જોવા મળી રહ્યું છે. જેને જોવા માટે પ્રવાસીઓ વહેલી સવારથી જ જોવા આવી રહ્યાં છે. દરિયામાં અત્યારે 30થી 60 જેટલી ડોલ્ફીન જોવા મળી રહી છે દીવના ઘોઘલા બીચથી કિલ્લો અને નાગવા બીચ નજીકના દરિયામાં ડોલ્ફીનનું ઝુંડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે ડોલ્ફીનને જોવા માટે વહેલી સવારે જવું પડે છે. ખાસ તો છેલ્લા ઘણા વર્ષોથી શિયાળામાં આ ડોલ્ફીન દીવના દરિયામાં મહેમાન બને છે અને એટલે કડકડતી ઠંડીના ઠંડા વાતાવરણમાં આ ડોલ્ફીન દીવના બીચ કિનારા નજીક પહોંચી જાય છે. જો કે કિનારા વગર દરિયામાં પણ જઈને જોઈ શકાય છે. તેના માટે સવારે 6થી 10 સુધી વધારે પ્રમાણમાં ડોલ્ફીન જોવા મળે છે. કારણ કે આ સમયે સમુદ્ર શાંત હોવાને લઇ ડોલ્ફીન બીચ નજીકના વિસ્તારમાં જોવા મળી રહી છે. સહેલાણીઓ માટે ઘોઘલા બીચથી સ્પેશિયલ ડોલ્ફીન જોવા માટે બોટ પણ ચલાવાય રહી છે. દીવના દરિયામાં 30થી 60 જેટલી ડોલ્ફીન જોવા મળી રહી છે. ડોલ્ફીનને જોવા માટે વહેલી સવારે ઉઠવું પડે છે પ્રદીપભાઈ પટેલ (ટુરિસ્ટ)એ જણાવ્યું હતુ કે, દીવનો ઘોઘલા બીચથી કિલ્લો અને નાગવા બીચના નજીકના દરિયામાં ડોલ્ફીનનું ઝુંડ હાલ લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે. જોકે ડોલ્ફીન ને જોવા માટે વહેલી સવારે ઉઠવું પડે છે. ખાસ તો છેલ્લા ઘણા વર્ષોથી શિયાળામાં આ ડોલ્ફીન દિવના દરિયામાં મહેમાન બને છે અને એટલે કડકડતી ઠંડીના ઠંડા વાતાવરણમાં આ ડોલ્ફીન દિવના બીચના કિનારા નજીક પહોંચી જાય છે. જોકે કિનારા વગર દરિયામાં પણ જોઈ શકાય છે તેના માટે સવારે 6 થી 10 સુધી વધારે પ્રમાણમાં ડોલ્ફીન જોવા મળે છે. કારણ કે આ સમયે સમુદ્ર શાંત હોવાને લઇ ડોલ્ફીન બીચ નજીકના વિસ્તારમા જોવા મળી રહી છે. છેલ્લા 3-4 વર્ષથી દીવના સમુદ્રમાં ડોલ્ફીન જોવા મળી રહી છે જો કે ડોલ્ફીન શિયાળામાં જ વધુ પ્રમાણમાં જોવા મળતી હોવાના કારણે શિયાળાના ચાર મહિના પ્રવાસીઓ બોટ મારફતે દીવના દરિયામાં ડોલ્ફીન જોવા જતા હોય છે. પ્રવાસીઓ આશા રાખી રહ્યાં છે કે દીવનો શાંત અને રમણીય બીચ પર આવનારા સમયમાં વધારે ડોલ્ફીનના ઝુંડ દીવના મહેમાન બનશે. મહત્વનું છે કે છેલ્લા 3-4 વર્ષથી દીવના સમુદ્રમાં ડોલ્ફીન જોવા મળી રહી છે.

Follow Me:

Related Posts