સૌરાષ્ટ - કચ્છ

દીવમા દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ, કલમ 144 લાગૂ કરાઈ, કલેક્ટરનું જાહેરનામું

કોરોના કારણે લોકો ફરી શકતા ન હતા પરંતુ હાલ કોરોના કેસમાં ધટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો હવે ફરવાના મુડમાં જોવા મળી રહ્યા છે.

આ સાથે ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે જેના કારણે લોકો પરિવાર સાથે ફરવા જઇ રહ્યા છે. આ ફરવાના લોકોના મુડને દિવ જિલ્લાના કલેકટર રોક લગાવી દીધી છે.1લી જૂનથી આગામી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચોની સાથે દરિયામાં નાહવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં હોવાની વાત સામે આવી છે.

દીવના દરિયામાં નહાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તેની સાથે કલમ 144 લાગુ કરવામાં આવી છે.લોકો આ નિયમ ના તોડે તેને લઇને પોલીસ સતત તહેનાત રહેશે.

મળતી માહિતી અનૂસાર કલેક્ટર દ્રારા આ નિયમ વરસાદના કારણે લીધો છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોમાં વરસાદનું આગમન થવા જઇ રહ્યું છે.

દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ જોવા મળતાની સાથે તંત્ર દ્રારા તાત્કાલિક ધોરણે આ નિયમ બનાવામાં આવ્યો છે. કાયદાનું ઉલ્લઘન કરશે તે લોકોને IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે

Related Posts