સંઘ પ્રદેશ દીવમાં ૧૫ જેટલા દારુના બાર બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી બાર અને વાઇન શોપમાં એક્સાઈઝ વિભાગ તપાસ કરી રહ્યું હતું. જેને લઈ બાર અને વાઈન શોપ બંધ કરવામાં આવ્યા છે. જાે કે દીવ આવતા પ્રવાસી અને ડ્રીંક્સ કરનારા લોકોની મુશ્કેલી પણ વધી છે. જ્યારે બાર અને વાઈનશોપમાં કામ કરતા લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. એવી પણ ચર્ચા છે કે દીવમાંથી દારૂ ગુજરાતમાં જતો હતો જેના કારણે સતત ચેકીંગ કરાતું હતું.આ સાથે જ નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની પણ શક્યતા છે. જેમાં બારમાં દારુની બોટલ સીલ તોડ્યા વિના આપવી કે પછી બારમાં કેટલા પ્રમાણમાં સ્ટોક રાખવો સહિતના નિયમોનો સમાવેશ થાય છે. જાે કે બાર અને વાઈન શોપ બંધ થવાને લઈ સાચુ કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.
દીવ આવતા પ્રવાસી અને ડ્રીંક્સ કરનારા લોકોની મુશ્કેલી વધીસંઘ પ્રદેશ દીવમાં ૧૫ જેટલા દારુના બાર બંધ કરવામાં આવ્યા

Recent Comments