રાષ્ટ્રીય

દુનિયાના સૌથી મોટા કાર્ગો વિમાન બેલુગા વિમાન ચેન્નઈ એરપોર્ટ પર ઉતર્યું

ચેન્નઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૧૧ જુલાઈ ૨૦૨૨ના દિવસે એરબસ કંપનીનું બેલુગા વિમાન પહેલીવાર ઉતર્યુ. તેને સત્તાવાર રીતે એરબસ- છ૩૦૦-૬૦૮જી્‌ (સુપર ટ્રાન્સપોર્ટર) કહેવાય છે. તેને બેલુગા એટલા માટે કહેવામાં આવે છે. કેમ કે તેની ડિઝાઈન બેલુગા વ્હેલ જેવી જ છે. હવે તમે વિચારી રહ્યા હશો કે દુનિયાના સૌથી મોટા કાર્ગો વિમાનમાંથી એક એવું વિમાન ચેન્નઈમાં કેમ ઉતર્યુ?. આ બેલુગા એરબસ સુપર ટ્રાન્સપોર્ટર વિમાન ૭ જુલાઈ ૨૦૨૨ના દિવસે ફ્રાંસના તોઉલોઉથી ઉડ્યું હતું. તેના પછી તે માર્સિલે, કાયરો, અબુધાબી અને અમદાવાદ થઈને ચેન્નઈમાં ઉતર્યુ. તેને ચેન્નઈમાં ઈંધણ ભરાવવાનું હતું. સાથે જ તેના ક્રૂને કેટલોક સમય આરામ કરવાનો હતો. આ વિમાન ચેન્નઈથી સિંગાપુર માટે રવાના થયું. જ્યાં કોઈ અજાણ્યો પેસેન્જર તેની રાહ જાેઈ રહ્યો હતો. પેસેન્જરના નામનો ખુલાસો એરબસ કંપનીએ કર્યો નથી.

બેલુગા એરબસની પહેલી ઉડાન ૧૩ સપ્ટેમ્બર ૧૯૯૪માં થઈ હતી. એરબસે ૧૯૯૨થી ૧૯૯૯ની વચ્ચે માત્ર પાંચ આવા વિમાન બનાવ્યા છે. આટલા મોટા વિમાનને માત્ર બે પાઈલટ ઉડાવે છે. તે ૪૦,૭૦૦ કિલોગ્રામ વજન લઈ જવામાં સક્ષમ છે. આ વિમાન ૧૮૪.૩ ફૂટ લાંબુ અને ૫૬.૭ ફૂટ ઉંચું છે. જ્યારે તે સંપૂર્ણ રીતે ખાલી હોય છે ત્યારે તેનું વજન ૮૬,૫૦૦ કિલોગ્રામ હોય છે. તેમાં ૨૩,૮૬૦ લીટર ઈંધણ આવે છે. બેલુગા એરબસની મહત્તમ ગતિ ૮૬૪ કિલોમીટર પ્રતિ કલાક છે. તે એકવારમાં ૨૭,૭૭૯ કિલોમીટર સુધી ઉડાન ભરી શકે છે. તે વધારેમાં વધારે ૩૫ હજાર ફૂટની ઉંચાઈ સુધી જઈ શકે છે. તેને જનરલ ઈલેક્ટ્રિક સીએફ૬-૮૦સી૨એ૮ ટર્બોફેન એન્જિન તાકાત આપે છે. દરેક એન્જિન ૨૫૭ કિલોન્યૂટનનો થ્રસ્ટ આપે છે. જૂન ૧૯૯૭માં બેલુગા એરબસે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ હતો બિઝનેસ જહાજના કેમિકલ ટેન્કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો. ફેબ્રુઆરી ૨૦૦૩માં બેલુગા એરબસે સતત ૨૫ કલાકની ઉડાન ભરીને દ્ગૐૈં દ્ગૐ૯૦ હેલિકોપ્ટર અને એક યૂરોકોપ્ટર ટાઈગર અટેક હેલિકોપ્ટરને ફ્રાંસના માર્સિલેથી ઓસ્ટ્રેલિયાના મેલબર્ન સુધી પહોંચાડ્યું હતું. વર્ષ ૨૦૦૪માં આવેલી સુનામીમાં બેલુગા એરબસે ભારતીય હિંદ મહાસાગરના વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યોમાં પણ મદદ કરી હતી.

હરિકેન કેટરીના સમયે તેણે ઘણી મદદ કરી હતી. આ એકમાત્ર એવું વિમાન છે જે અત્યાર સુધી અનેક દેશોના સેટેલાઈટ્‌સને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી ચૂક્યું છે. વર્ષ ૨૦૦૯માં તેણે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના ટ્રાન્કિ્‌વલિટી મોડ્યુલને કઝાકિસ્તાન સ્થિત બેકાનૂર કોસ્મોડ્રોમ પહોંચાડ્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે એન્ટોનોવ વિમાનના ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ત્યારે બેલુગા એરબસની માગણીમાં વધારો થયો. હવે આખી દુનિયામાં આ વિમાનન મોટા કાર્ગોના પરિવહન માટે ઝડપથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે પોતાના પેટની અંદર વિન્ડ ટર્બાઈનને લઈ જઈ શકે છે. કે પછી કોઈ રોકેટના બૂસ્ટરને. કે પછી ત્રણ હેલિકોપ્ટર કે પછી ચાર ટેન્કને લઈ જઈ શકે છે.

Related Posts