દુનિયાનું સૌથી મોટું રેકેટસ્પેસ spaceX સ્ટારશિપ ટેસ્ટ દરમિયાન ફાટ્યું, એલન મસ્કનો ડ્રીમ પ્રોજેક્ટ ધ્વસ્ત થઇ ગયો
દુનિયાનું સૌથી મોટું રોકેટ જીॅટ્ઠષ્ઠીઠ સ્ટારશિપ ટેસ્ટ દરમિયાન ગુરૂવારે ફાટી ગયું. એલન મસ્કની કંપની જીॅટ્ઠષ્ઠીઠ એ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. સ્પેસ એક્સે કહ્યું કે આવા ટેસ્ટથી અમે શીખીએ છીએ. તેનાથી જ સફળતા મળે છે. આ પહેલાં તકનીકી કારણોથી પરીક્ષણ ટાળી દેવામાં આવ્યું હતું. કંપની પ્રમાણે ઉડાન ભરવાની ગણતનીની મિનિટો બાદ તેમાં ધમાકો થયો છે. સ્પેસએક્સે કહ્યું કે, આગામી ટેસ્ટને લઈને ટીમ ડેટા જમા અને રિવ્યૂ કરી રહી છે. સાથે તેમાં લાગેલા દરેક લોકોને શુભેચ્છા આપી છે. કંપનીએ ટેસ્ટ પહેલાં એક વીડિયો પણ જારી કર્યો હતો, જેમાં જીॅટ્ઠષ્ઠીઠ સ્ટારશિપનું પરીક્ષણ જાેવા મળી રહ્યું છે. સ્પેસએક્સનું લોન્ચિંગ પહેલાં ૧૭ એપ્રિલે થવાનું હતું, પરંતુ સ્ટેજમાં ફ્યૂલ પ્રેશરાઇઝેશનની સમસ્યાને કારણે તેને ટાળી દેવામાં આવ્યું હતું. તેની જાણકારી ટ્વીટ કરી ખુદ એલન મસ્કે આપી હતી. નોંધનીય છે કે દુનિયાના સૌથી મોટા રોકેટ સ્પેસએક્સની લંબાઈ ૩૯૪ ફુટ છે. સ્પેસ એક્સનું આ રોકેટ ટેક્સાસના કોબા ચીકાથી લોન્ચ કરવામાં આવ્યું. આ રોકેટ ભલે ધમાકાની સાથે ખતમ થઈ ગયું પરંતુ મનુષ્યોને અંતરિક્ષમાં સફર માટે એક મોટું પગલું છે. જ્યારે આ રોકેટ ધમાકાની સાથે ફાટી ગયું ત્યારે સ્પેસએક્સની ટીમ એક સેકેન્ડ માટે નિરાશ થઈ, પરંતુ તેણે તાળીઓ પાડી આ તકની ખુશી મનાવી હતી. રોકેટના નષ્ટ થવા પર એલન મસ્કે કહ્યું- સ્પેસએક્સની ટીમને રોમાંચક ટેસ્ટિંગ માટે શુભેચ્છા. આગામી કેટલાક મહિનામાં થનારા લોન્ટ માટે ઘણું શીખવા મળ્યું છે.
Recent Comments