અમરેલી

દુનિયામેં રહના હૈં તો, કામ કર પ્યારે..પેટિયું રળવા માટે પણ કોઈ વિકલ્પ તો શોધવો જ રહ્યો.

સાવરકુંડલા શહેરમાં દબાણ હટાવ ઝૂંબેશ ચાલી હતી. કેટલાય લોકોના વ્યવસાય પણ આ દબાણ હટાવ ઝૂંબેશને કારણે બંધ થયા હતાં, રસ્તા પહોળા થયા પણ પેટ ખાલી..! જેમની પાસે વ્યવસાય માટે કોઈ જગ્યા ન હતી તેવા લોકો ધંધા રોજગાર વગરના થયા..!! લોન અને સરકારી યોજનાની વાતો પણ થઈ.. છતાં શહેરમાં હજુ પણ એવાં કેટલાય પરિવારો છે જે દબાણ હટાવ બાદ રોજગાર વિહોણાં છે. પરંતુ પેટ છે એટલે પેટનો ખાડો પૂરવા માટે પણ કોઈને કોઈ જુગાડ તો કરવો જ રહ્યો

બસ આ જુગાડની જંજાળમાં ચાલતી જિંદગી પણ સાવરકુંડલાના એ જીવનનિર્વાહની કોશિશોમાં વ્યસ્ત થતી જોવા પણ મળે.. એને મન વિશ્ર્વ કપની વાતોથી વધુ આજ અને આવતીકાલની રોજીરોટીની ચિંતા દ્રશ્યમાન થતી  હોય છે… સર્જન અને વિસર્જન એ તો કુદરતનો ક્રમ છે. એમાં દોષ કોને દેવો? એમ કહીને મન મનાવી લેતો એ વર્ગ.. પંખીના ચણની માફક દાણાની ચિંતા સેવતો હોય એવું લાગે છે. જો કે હૈયે હામ છે, હાથમાં હુન્નર છે અને તનતોડ પુરૂષાર્થ કરવાની ચાહ. કદાચ અતુલ્ય ભારતનું આ પણ એક  રળિયામણું સ્વરૂપ હશે? આ પ્રશ્નનો ઉત્તર આપ વાંચકો પર નિર્ભર. બુઝુર્ગોંને કહા હૈ કિ અપને પૈરોં  પર ખડે હોકર દિખલા દો.. બસ કોણી મારીને કુંવડું કરવાની આવડત પણ કદાચ સમય જ શીખવાડી દે છે.

Related Posts