બોલિવૂડ

દુબઇમાં બ્લેક આઉટફિટમાં ઐશ્વર્યા લાગી ગોર્જિયસ

પેરિસ બાદ એશ્વર્યા રાયે દુબઇમાં એક પ્રોગ્રામ અટેન કર્યો જેમાં તેણે બ્લેક અટાયર પહેર્યા હતા જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ કાર્યક્રમમાં રસ્તા પર થતી હિંસા વિરુદ્ધ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં એશ્વર્યાએ ઓલ બ્લેક ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યું હતું જેમાં કલર્સ એડ કરવા માટે તેણે ગોટાવાળો દુપટ્ટો કેરી કર્યો હતો.

આ દુપટ્ટામાં મલ્ટિ કલર બોર્ડર હતી. ઐશ્વર્યાનો ઇવનિંગ લૂક મેજિકલ હતો અને એક્ટ્રેસે તેના આ લૂકની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. એક્ટ્રેસે તેના લૂકની સાથે ઇયરરિંગ અને એસેસરીઝ પણ મેચિંગ કરી હતી તેને પૂર્ણ કરવા માટે તેણે બોલ્ડ લિપ્સ પસંદ કર્યા હતા. ઐશ્વર્યા દુબઇની બુર્જ ખલીફા પર દેખાનારી પહેલી બોલિવૂડ અભિનેત્રી બની ગઈ છે. એક્ટ્રેસે બ્રાન્ડના શો સ્ટોપ પ્રોજેક્શનના રૃપે મીડિયાને સ્ટ્રીટ હેરેસમેન્ટ વિરુદ્ધ આગળ આવવા પ્રોત્સાહન આપ્યું છે. આ પહેલાં તે પેરિસ ફેશેન વીકમાં ર્ગોજિયસ દીવાને રેમ્પ વોક કર્યું હતું. રનવે પર લેના બ્લૂમ, આજા નાઓમી કિંગ, કૈટ ગ્રાહમ, સૂ સૂ પાર્ક, બૈપ્ટિસ્ટ ગિઆબિકોની અને ઔઇસાબેલી ફોંટા પણ હાજર રહ્યા હતા.

Related Posts