દુબઈથી સોનાની તસ્કરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી
અમદાવાદમાં સોનાની તસ્કરીની નવી જ મોડસ ઓપરેન્ડી પોલીસના ધ્યાને આવી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસની સતર્કતાથી ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ઍરપોર્ટ પાસેથી રાજસ્થાન જતા ત્રણ આરોપીઓની ટ્રાફિક પોલીસની સતર્કતાથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે દુબઈ કનેક્શન સામે આવતા ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ ત્રણ શખ્સો દુબઈથી માટીના સ્વરૂપમાં સોનુ લઈ આવ્યા હોવાની સૌપ્રથમ ઘટના સામે આવી છે. દુબઈથી નક્કર સોનુ લાવવાને બદલે માટીના સ્વરૂપમાં સોનાની દાણચોરી કરતા આ ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે.
ઓઢવ પોલીસે ધરપકડ કરેલા આ ત્રણ આરોપીઓના નામ શુભમ પેઠીવાલા, મોહમ્મદ ફરાજ અને ગોપાલપુરી ભુવનેશ્વરસિંહ સોઢા છે.આ ત્રણે આરોપીઓ મૂળ રાજસ્થાનના છે, પરંતુ અમદાવાદના સોનીની ચાલી ચાર રસ્તા પાસેથી દિલ્હી પાસિંગની ક્રેટા ગાડી લઈને પસાર થતા હતા. તે વખતે અન્ય રાજ્યની ગાડી હોવાથી ટ્રાફિક પોલીસે વાહન રોકી તપાસ કરતા ગાડીમાંથી ૮૦ લાખ રૂપિયાની કિંમતની સોનાની માટી મળી આવી હતી. પોલીસને શંકા જતાં ત્રણેય લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને ઓઢવ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઓઢવ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી ક્રેટા ગાડી અને સોનું સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન સોનુ ગેરકાયદે રીતે દુબઈથી અમદાવાદમાં લાવી રાજસ્થાન મોકલવાનો હોવાનું સામે આવ્યું છે.આ કેસનો મુખ્ય આરોપી ધર્મા નામનો શખ્સ છે, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે પરંતુ દુબઈમાં રહી સોનાની સ્મગલિંગ કરી રહ્યો છે. સાથે જ રાજેશ અને અન્ય એક વ્યક્તિ જે ઝડપાયેલા આરોપીઓને ઍરપોર્ટની નજીક સોનાનો પાવડર આપી ગયો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે ધર્મા તથા રાજેશ જે મોબાઈલ નંબરોનો ઉપયોગ કરે છે, તે મોબાઈલ નંબર દુબઈના છે.જેથી ઓઢવ પોલીસે ઍરપોર્ટ નજીક કઈ જગ્યાએથી સોનાનો પાવડર આરોપીઓને આપવામાં આવ્યો અને તે ઈસમ કોણ હતો તેની તપાસ શરૂ કરી છે.
ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછમાં પ્રથમ આરોપી મોહમ્મદ ફરાજ તેની આંખોની સારવાર માટે અમદાવાદ આવ્યો હોવાની હકીકત જણાવી રહ્યો હતો. પરંતુ તે અંગે કોઈ યોગ્ય હકીકત મળી આવી ન હતી. સાથે જ ઝડપાયેલા ત્રણેય આરોપી પ્રથમ વખત સોનું લેવા આવ્યા હોવાની કબુલાત કરી રહ્યા છે. તો બીજી તરફ આ કેસના બે આરોપી અગાઉ સોનુ લેવા માટે દિલ્હી પણ ગયા હતા, જાેકે સોનું ન આવતા તેઓ પરત ફર્યા હતા. તેથી પોલીસને શંકા છે કે દુબઈથી ગેરકાયદેસર સોનું લાવી મોટાપાયે રાજસ્થાનમાં તેનો વેપાર કરવામાં આવે છે. જાેકે પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જાે મહત્વનું છે.
Recent Comments