રાષ્ટ્રીય

દુબઈમાં ટૂંક સમયમાં લેબર માર્કેટ તૈયાર થશેદુબઈમાં લેબર ઝોનમાં રહેતા કામદારો માટે પાલિકા દ્વારા માર્કેટ બનાવવાની યોજના શરુ કરાશે

દુબઈમાં કામદારો માટે સારા સમચાર સામે આવ્યા છે. કારણ કે ટૂંક સમયમાં દુબઈમાં લેબર માર્કેટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે, પાલિકાએ આ અંગે કામગીરી પણ શરૂ કરી છે. દુબઈમાં પાલિકા દ્વારા કામદારો માટે એક સારા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં કામદારો રહે છે તેની નજીક એક નવું માર્કેટ બનાવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.

કામદાર સમુદાયના બજારો માટે પાલિકા દ્વારા નવા કામો કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે લેબર ઝોનમાં રહેતા કામદારો માટે માર્કેટ બનાવવાની યોજના બુધવારે શરૂ કરવામાં આવી છે. પાલિકાનું કહેવું છે કે કામદારોની કેટલીક સામાજિક જવાબદારી છે, જેને નિભાવવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. લેબર પાર્ક ક્યાં બનાવવામાં આવશે?.. જણાવવામાં આવ્યું છે કે આ લેબર માર્કેટ અલ ક્વોઝ ૩ના ઔદ્યોગિક વિસ્તારમાં ૧૬,૨૨૭ ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવશે. મુહૈસાનાહમાં પણ ૯,૨૯૨ ચોરસ મીટર વિસ્તારમાં લેબર માર્કેટ બનાવવામાં આવશે. તેની મદદથી દુબઈને રહેવા અને કામ કરવા માટે શ્રેષ્ઠ શહેર બનાવવામાં આવશે.

Related Posts