રાષ્ટ્રીય

દુબઈમાં મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર ઈમારતનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું

દુબઈમાં આયોજિત ભવ્ય સમારોહમાં ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું જેને “વિશ્વની સૌથી સુંદર ઇમારત” કહેવામાં આવી રહી છે. આ ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા હતા. આ સાત માળની આ ઈમારત ૭૭ મીટર ઊંચી છે અને આ ઈમારત ૩૦ હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવી છે. તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાથી થોડે દૂર સ્થિત છે. ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’ એ દુબઈમાં બાંધવામાં આવેલા આર્કિટેક્ચરલ નમુનાઓમાં નવીનતમ ઉમેરો છે.

આ ઇમારતની ડિઝાઇન કિલ્લા ડિઝાઇનના વાસ્તુકાર, સીન કિલ્લા દ્વારા કરવામાં આવી છે અને તે એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર-સહાયિતથી બનાવેલી ડિઝાઇનનો શ્રેષ્ઠ નમુનો છે. તે સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે અને અહીં રોબોટ્‌સના ઉપયોગથી બનાવવામાં આવેલી ૧,૦૨૪ કલાકૃતી માંની એક છે. મ્યુઝિયમ માનવતાના ભાવિની રૂપરેખા આપે છે અને માનવ વિકાસ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને તકો અને તેના ઉકેલો માટે પ્રેરણા આપે છે. ેંછઈના કેબિનેટ પ્રધાન અને દુબઈ ફ્યુચર ફાઉન્ડેશનના અધ્યક્ષ મોહમ્મદ અલ ગર્ગાવીએ મંગળવારે ઉદ્‌ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’ એક જીવંત મ્યુઝિયમ છે.

મ્યુઝિયમમાં એક બહુ-ઉપયોગી હોલ છે જેમાં ૧,૦૦૦ થી વધુ લોકો બેસી શકે છે, અને ઇન્ટરેક્ટિવ લેક્ચર્સ અને વર્કશોપ માટે એક ખાસ હોલ છે જેમાં ૩૪૫ થી વધુ લોકો બેસી શકે છે. આ ૧૪,૦૦૦ મીટરની પ્રકાશ રેખાઓથી પ્રકાશિત થાય છે, શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ, ઉપરાષ્ટ્રપતિ અને સંયુક્ત આરબ અમીરાતના વડા પ્રધાન અને દુબઈના શાસક દ્વારા ભવિષ્ય પરના ત્રણ અવતરણો રજૂ કરે છે.

Related Posts