દુષ્કર્મના ગુન્હાના આરોપીને ગુન્હો દાખલ થયાની ગણતરીના કલાકોમા પકડી પાડતી દામનગર પોલીસ ટીમ
દામનગર દુષ્કર્મના ગુન્હાના આરોપીને ગુન્હો દાખલ થયાની ગણતરીના કલાકોમા પકડી પાડતી દામનગર પોલીસ ટીમમ્હે. ભાવનગર રેન્જ પોલીસ મહનીરીક્ષક સાહેબ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓએ આપેલ સુચના મુજબ રેન્જના જીલ્લાઓમાંશરીર સંબંધી ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં શરીર સબંધી ગુન્હો આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપી હોય અને તેવા ગુન્હાઓનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી તેના મૂળ સુધી પહોંચવા માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ ગુન્હાઓના ભેદ ઉકેલવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સાહેબ, સર્કલ પો.ઇન્સ. શ્રી જે.ડી.ડાંગરવાલા સાહેબ નાઓ દ્રારા આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબદામનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એચ.એચ.સેગલીયા સાહેબની સુચના મુજબ દામનગર પો.સ્ટે. એ ગુ.ર.નં.૧૧૧૯૩૧૭૨૨૦૨૬૨૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૬૩ ૩૬૬ તથા પોકસો એક્ટ કલમ -૧૮ મુજબનો ગુન્હો તા.૧૯/૦૫/૨૦૨૨ ના ક.૧૦/૧૫ વાગ્યે રજી. થયેલ હોય જે ગુન્હાના કામનો આરોપી અજય વશરામભાઇ નાવડીયા રહે.ચૂફણીયા તા.લાઠી વાળો ફરીયાદીની સગીર વયની દિકરીને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઇ ગયેલ હોય જે આરોપી તથા ભોગ બનનારની શોધખોળ કરવા સબબ દામનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમના ઇન્ચાર્જ જે.આર.હેરમા તથા ગોકળભાઇ તેજાભાઇ કળોતારા તથા આંબરડી બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ. કનુભાઇ રાજાભાઇ સાંખટ તથા પો.કોન્સ. જયંતીભાઇ ધીરૂભાઇ વાઘેલા નાઓએ ગણતરીની કલાકોમાં આ કામના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢી આરોપીને ધોરણરાર કાર્યવાહી કરેલ છે. તેમજ ભોગ બનનારને તેના વાલી આ કામના ફરીયાદીને સોંપી આપેલ છે. પકડાયેલ આરોપી (૧) અજય વશરામભાઇ નાવડીયા ધંધો, મજુરી રહે.ધુફણીયા તા.લાઠી જી, અમરેલી,આમ, આ સમગ્ર કામગીરીમાં દામનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એચ.એચ.સેગલીયા તથા આંબરડી બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ. કનુભાઇ સાંખટ તથા પો.કોન્સ. જયંતીભાઇ વાઘેલા તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જયદેવભાઇ હેરમા તથા પો.કોન્સ. ગોકળભાઇ કળોતરા સ્ટાફના માણસો આ કામગીરીમા જોડાયા હતા.
Recent Comments