સુરતની પીડિતા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલમાં રહેલા લંપટ આસારામને જાેધપુર જેલમાં કોરોના થતાં હાઇકોર્ટ પાસે ૪૫ દિવસના હંગામી જામીન માગવા અરજી કરી છે . અરજીમાં એવી રજૂઆત કરી છે કે, તેમની ઉંમર ૮૪ વર્ષની છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવારની જરૂર હોવાથી ૪૫ દિવસના જામીન મળવા જાેઇએ .
તેઓના વકીલે જણાવ્યું કે આસારામ બાપુને કોરોનાની સારવાર ચાલી રહી છે ,તેઓને ૧૦ પ્રકારની બીમારી છે. જેમાં હાર્ટની બીમારી ગંભીર છે. તેઓને પોલીસ સર્વેલન્સ સાથે એક ઘરમાં ક્વોરન્ટીન કરવા માટે અમે અપીલ કરી છે. કારણે કે તેઓને રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે, જેથી તેની સાઈડ ઇફેક્ટનો અમને ડર છે, માટે આયુર્વેદિક ઉપચાર માટે તેઓને જામીન મળવા જાેઈએ. હાલ તેઓ એમ્સ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જેથી તેમને જલ્દીથી જામીન મળે તો તેમનો આયુર્વેદિક ઉપચાર શરૂ કરી શકાય.
કોરોનાથી સંક્રમિત આસારામ અસ્વસ્થ છે. એમ્સમાં દાખલ આસારામને પેટમાં અલ્સર થયું છે. સોમવારે એન્ડોસ્કોપી કરવા માટે તેમને એમ્સથી મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. હિમોગ્લોબિન ઓછું હોવાને કારણે રવિવારે તેમને ૨ બોટલ લોહી પણ ચઢાવવું પડ્યું હતું. એમ્સના ડોક્ટરો સતત તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. એન્ડોસ્કોપી પછી તેમને ફરીથી એમ્સ લઈ જવામાં આવ્યા હતા.
દુષ્કર્મી આસારામે કોરોના સારવાર માટે હાઇકોર્ટમાં જામીન અરજી કરી


















Recent Comments