દુષ્કર્મ કેસમાં આરટીઓની મદદ માંગી, પોલીસે પુછ્યું કારમાં દુષ્કર્મ થઈ શકે?

વડોદરાના પાદરા દુષ્કર્મ કેસમાં પોલીસે ઇ્ર્ં અધિકારી પાસે અભિપ્રાય માંગતા તેઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. ક્રાઈમ બ્રાન્ચ કેસની તપાસમાં ફોચ્ર્યૂનર કારની આગલી સીટ અને ડેશબોર્ડ વચ્ચે કેટલું અંતર છે? તેમજ ત્યાં દુષ્કર્મ થઈ શકે કે નહીં? તે બાબતે આરટીઓ અધિકારી પાસે અભિપ્રાય માંગ્યો છે. રાજ્યમાં આરટીઓના ઈતિહાસમાં આ પ્રકારનો અભિપ્રાય પ્રથમ વખત માંગવામાં આવ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે પાદરાના સોખડાખુર્દ ગામે પૂર્વ કોર્પોરેટર ભાવેશ ઉર્ફે લાલુ પટેલે કરેલા દુષ્કર્મ કેસની તપાસ હાલ વડોદરા ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાઈ રહી છે. જે કેસમાં પીઆઈ દ્વારા આરટીઓ અધિકારીને કોન્સ્ટેબલ મારફતે એક પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ફોચ્ર્યૂનર કારની આગળની સીટ પર દુષ્કર્મ થયું છે, તો સીટ પર દુષ્કર્મ થઈ શકે કે નહીં તે અભિપ્રાયો આપવો તેમજ સીટ આડી પાડ્યા પછી તેમજ સીટ પાછળ ખસેડ્યા પછી ડેડબોર્ડથી તેનું અંતર કેટલું થાય તે પણ જણાવવા સૂચવ્યું હતું.
શુક્રવારે આવેલા પત્રને પગલે આરટીઓ અધિકારી એ.એમ.પટેલ દ્વારા અન્ય ઈન્સ્પેક્ટર અને અનુભવી સ્ટાફની મદદ લઈ શું કરી શકાય તેની પુછપરછ હાથ ધરાઈ હતી. સામાન્ય રીતે અકસ્માતની ઘટનામાં આરટીઓનો અભિપ્રાય લેવામાં આવતો હોય છે. જેમાં ખાસ કરી ટેકનીકલ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ આ પ્રકારે દુષ્કર્મ કેસમાં આરટીઓની મદદ લેવામાં આવી હોય તેવો આ કદાચ રાજ્યનો પ્રથમ કિસ્સો છે. ત્યારે શું કરવું તેને લઈને અધિકારીઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.
Recent Comments