આયોવા સ્ટેટ યુનિવર્સિટી એક્સટેન્શન એન્ડ આઉટરીચના પ્રાદેશિક કૃષિશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર આયોવાના ખેડૂતો આ વર્ષે દુષ્કાળ હોવા છતાં નિયમિતપણે પ્રતિ એકર ૨૦૦ બુશેલ મકાઈની લણણી કરી રહ્યા છે. ઉત્તર-મધ્ય આયોવાના ભાગની દેખરેખ રાખનાર કૃષિશાસ્ત્રી એન્જેલા રેક હિન્ઝે જણાવ્યું હતું કે, મકાઈની હાઈબ્રીડ જાત ૨૦ વર્ષ પહેલાંની સરખામણીએ હવે સૂકી સ્થિતિમાં વધુ સારી રીતે અનુકૂલિત થઈ છે.
જૂનના અંતમાં થોડો વરસાદ અને ત્યારબાદ ઓગસ્ટમાં વધુ વરસાદ પડ્યો તેનો ફાયદો ખેડૂતોને થયો હતો. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના સોમવારના અહેવાલ મુજબ, રાજ્યની લગભગ ૭૭ ટકા મકાઈની લણણી કરવામાં આવી છે. અંદાજે ૯૩ ટકા સોયાબીનનો પાક લેવામાં આવ્યો છે. આ પાંચ વર્ષની સરેરાશ કરતાં આઠ દિવસ આગળ છે. ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં દુષ્કાળ અને વિક્રમજનક ગરમી વચ્ચે આ વર્ષે પાક ઉત્પાદન વધુ થયું છે. યુ.એસ. દુષ્કાળ મોનિટર અનુસાર, રાજ્યનો મોટાભાગનો વિસ્તાર અમુક અંશે દુષ્કાળથી પીડિત છે અને આ સ્થિતિ ઓછામાં ઓછા જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની શક્યતા છે. પૂર્વીય આયોવામાં, રાજ્યનો લગભગ ૨૫ ટકા ભાગ અત્યંત દુષ્કાળમાં છે.
તેમ છતાં, ખેડૂતોને અત્યાર સુધીનું સૌથી વધારે ઉત્પાદન થયું છે. યુએસડીએએ આ મહિને આગાહી કરી હતી કે મકાઈની ઉપજ સરેરાશ ૧૯૯ બુશેલ પ્રતિ એકર હશે. જમીનમાં ભેજ જાળવવા માટે, એન્ડરસન ખેડૂતોને સલાહ આપે છે કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ખેડાણ કરવાનું ટાળો. રાજ્યની લગભગ ૫૩ ટકા જમીનમાં પાક ઉગાડવા માટે પૂરતા પ્રમાણમાં અથવા વધારાની જમીનનો ભેજ છે, જે ગયા સપ્તાહની સરખામણીએ વધુ છે અને એક વર્ષ પહેલા કરતાં લગભગ બમણો છે. રાજ્યના ક્લાઈમેટોલોજિસ્ટ જસ્ટિન ગ્લેસનના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ગયા અઠવાડિયે સરેરાશ ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વર્ષના આ સમયે સામાન્ય રીતે અપેક્ષિત છે તેના કરતા વધારે છે. આયોવાના કૃષિ સચિવ માઇક નાઇગે જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે કેટલાક દિવસોમાં વ્યાપક વરસાદ થયો અને હિમવર્ષા થઈ હતી. હવામાન માટે આગાહી કરવામાં આવી છે કે તાપમાન ધીમે ધીમે મોસમી સ્તરોની નજીક આવશે તેથી ખેડૂતોને લણણી અને અન્ય ખેતી કામ કરી શકશે.
Recent Comments