ગુજરાત

દૂધમાં ભાવવધારાની વાતે ૪ ધારાસભ્યોએ ખુલ્લો વિરોધ દર્શાવ્યો, જયારે ૩ ધારાસભ્યોએ મિશ્ર પ્રતિભાવ

બરોડા ડેરીના દૂધમાં ભાવવધારાની જાહેરાતને પગલે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા બરોડા ડેરી સામે વિરોધ પ્રદર્શન કરીને દૂધનો ભાવ ન વધારવા માટે ડેરીના સત્તાધીશોને જણાવ્યું હતું. બરોડા ડેરી પબ્લિક ઓર્ગેનાઈઝેશન છે, જેમાં દૂધ ઉત્પાદકો તેમજ ડેરીના ગ્રાહકોનો હિત સચવાયેલું હોવું જાેઈએ. ડેરી ત્રણ મહિના અગાઉથી ગ્રાહકો પાસેથી બે રૂપિયાનો વધારો વસુલી રહી છે. અમુલ ડેરીના ભાવ વધારાની તકનો લાભ લઇ બરોડા ડેરીના સંચાલકો ફરી વખત ભાવ વધારશે તો લોકોને સાથે રાખી આંદોલન કરાશે.

અમૂલ ડેરી દ્વારા દૂધની કિંમતમાં પ્રતિ લિટરે રૂા.૨નો ભાવ વધારો કરાતા બરોડા ડેરી દ્વારા શિવરાત્રિ બાદ મિટિંગ કરી દૂધના ભાવમાં વધારો કરવા અંગે ર્નિણય કરવાની જાહેરાત કરી છે. ૮ મહિનામાં જ બીજી વખત દૂધની કિંમતોમાં ભાવ વધારો સામાન્ય નાગરિકોના બજેટને ખોરવી દેનારો રહેશે. ત્યારે ડેરીના શાસકોની ભાવ વધારાની પેરવી સામે જિલ્લા-શહેરના ૧૦ પૈકી ૪ ધારાસભ્યોએ ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે. જયારે ૩ ધારાસભ્યોએ મિશ્ર પ્રતિભાવ આપ્યો હતો અને ૩ ધારાસભ્યોએ નરોવા કુંજરોવાની નિતી અપનાવી હતી. તેઓ ડેરીના ચેરમેન હતા ત્યારે દૂધના ભાવ ન વધે તેની લડત ચલાવતા હતાં. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, શહેર-જિલ્લામાં દૂધ ભરતી એક માત્ર બરોડા ડેરી છે. તેના લાખો ગ્રાહકો છે. ત્યારે વડોદરા શહેર-જિલ્લામાં બરોડા ડેરી એક માત્ર સંસ્થા છે જે દૂધ ભેગુ કરે છે અને ગ્રાહકને વેચે છે.

દૂધ ભરતી એક જ સંસ્થા હોય અને તેના લાખો ગ્રાહકો હોય ત્યારે તેની પ્રોડક્ટ તો હંમેશા સસ્તી જ હોવી જાેઈએ. ડેરીના જે ડિરેક્ટરો છે તેમના બેફામ ખર્ચાં છે. જેના પર અંકુશ રાખવા જરૂરી છે. જ્યારે ડેરીના ડિરેક્ટરો અને તેમના મળતિયાઓના ઘરના ફ્રિજ ડેરીના આઈસ્ક્રિમ, શ્રીખંડ, ગુલાબજાંબુ સહિતની પ્રોડક્ટથી જ ભરેલા રહેતા હોય છે. ખર્ચ ઓછો કરી લોકો પર બોજાે ન નાખવો જાેઇએ. આ અંગે બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામાનું મંતવ્ય જાણવા સંપર્ક કરાતાં થઇ શક્યો ન હતો જ્યારે ઉપપ્રમુખે કોઇપણ ટિપ્પણી કરી ન હતી.

Related Posts