fbpx
ગુજરાત

દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું મ્યુકરમાઇકોસિસથી નિધન

રાજ્યમાં હાલ કોરોનાનો કહેર ઉપરાંત વાવાઝોડાની ચિંતાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓે આવી છે. એક બાજૂ કોરોનાએ તો લોકોનું જીવવુ મુશ્કેલ કર્યુ છે, ત્યાં હવે રાજ્યમાં મ્યુકરમાઈકોસિસનો પણ લોકો ભોગ બની રહ્યા છે.
દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું ટૂંકી માંદગી બાદ નિધન થયુ છે. ૨૧ દિવસ સુધી કોરોના સામે લડ્યા બાદ કોરોનાને હરાવ્યો હતો.
કોરોના બાદ માનસિંગ ચૌધરી મ્યુકર માઇકોસિસનો ભોગ બન્યા હતા. મ્યુકરમાઇકોસિસ થતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ૧૦ કરતા વધુ દિવસોથી મ્યુકર માઇકોસિસની સારવાર લઈ રહ્યા હતા. મ્યુકર માઇકોસિસની સારવાર દરમિયાન જ તેમનું મોત નિપજ્યું હતું.

Follow Me:

Related Posts