દેડીયાપાડાનાં વાડવા ગામની આશ્રમ શાળામાં ભણતાં બાળકનો મૃતદેહ મળતાં પિતાએ કરી ફરિયાદ
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના વાડવા ગામના રહીશનો પુત્ર આશ્રમ શાળામાંથી ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતાં પિતાએ આશ્રમ શાળાના સંચાલકો સામે ગુનો દાખલ કરવા ઉમરપાડા પોલીસ મથકે અરજી કરી છે. અરજદાર રમેશભાઈ શાંતિલાલ વસાવાનાં જણાવ્યા મુજબ વસાવા સંજયભાઈ રમેશભાઈ તેમનો પુત્ર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી મુકામે ધો-૧૨માં અભ્યાસ કરતો હતો. તા.૨૫/૦૯/૨૦૨૨ના રોજ રમેશભાઈના બહેન રમણીબેન ભરતભાઇ વસાવા મારા પુત્રની મુલાકાત કરવા માટે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી મુકામે ગયેલા અને તેમને જાણ થયેલી કે, મારો પુત્ર તા.૧૯/૦૯/૨૦૨૨ના રોજ શાળામાંથી ગુમ થયેલ છે. રમણીબેને ફોનથી ગુમ થવા અંગેની જાણ કરી જેથી તેઓ તુરંત દોડી ગયા તથા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, કેવડીના શિક્ષકોને પૂછપરછ કરતાં પહેલા ઉડાઉ જવાબ આપ્યો હતો
અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડીના આચાર્ય તથા શિક્ષકો અને હોસ્ટેલના ગૃહપતિએ તા.૧૯/૦૯/૨૦૨૨થી ગુમ છે તેવું કહ્યું હતું. ગુમ થયાની જાણ રૂબરૂ કે પત્ર તથા ટેલિફોનથી કરવામાં આવી નહોતી અને તેમના પુત્ર અટલા સમયથી ગુમ હોવા છતાં જાણ કરવામાં આવેલ નથી માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે ગયા તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, તા. ૨૨/૦૯/૨૦૨૨ના રોજ એક બિનવારસી લાશ મળેલી જે લાશનો નિકાલ થઈ ગયેલો છે. પરંતુ એ લાશના કપડાં, ચાવી, બેલ્ટ સહિતની વસ્તુ બતાવતાએ તમામ મરનાર સંજયના હોવાનું જાણ થતાં તેમના પુત્રને કોઈએ મારી નાખેલ હોવાની વકીએ આ બાબતે ઉમરપાડા પોલીસમાં કસ્તુરબા સેવાશ્રમ મરોલીનાં સ્ટાફ સામે ગુનો દાખલ કરવા લેખિત અરજી કરી હતી.
Recent Comments