દેરડી કુંભાજી કુમાર તાલુકા શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી

દેરડીકુંભાજી કુમાર તાલુકા શાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી શાળામાં બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીના પ્રવેશપાત્ર બાળકોને જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ તથા
પદાધિકારીશ્રીઓ સરપંચ તથા ગામના આગેવાનો દ્વારા શાળા તરફથી આપેલ શૈક્ષણિક કીટ અર્પૅણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળાના તેજસ્વી તારલાઓ તથા કોમન એન્ટ્રાસ ટેસ્ટ પરીક્ષા પાસ કરી મેરીટમા સ્થાન પામેલ તથા પ્રતિભાશાળી બાળકને ભેટ તથા સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા શાળામાં આરો ફિલ્ટર ના દાતા ચેતનભાઇ વી.બોદર તથા આરો ફીલ્ટર સ્ટેન્ડના દાતા ધીરજલાલ જાસોલીયાને દાતા તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા આસમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ડી.એમ.બગડા તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી
Recent Comments