“દેવકા વિદ્યાપીઠ” ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ માં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ હાજરી આપી
આજરોજ રાજુલાના દેવકા મુકામે આવેલ પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં ચાલતા “દેવકા વિદ્યાપીઠ” ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ માં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ હાજરી આપી પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
આ વિસ્તારનું ઘરેણું અને જેના સાનિધ્ય માત્રથી ધન્યતા પ્રાપ્ત થાય તેવા પ.પૂ રમેશભાઈ ઓઝા ની વાણી નો લાભ લીધો હતો.
આ તકે રાજુલા વિસ્તારના આગેવાનો દેવકા વિદ્યાપીઠનો સ્ટાફ તેમજ સંગઠન ના કાર્યકરો વિવિધ જ્ઞાતિના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments