દેવગઢ બારીયા તાલુકા આવેલા ત્રણ ગામોમાં રીંછે દ્વારા લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, એક કલાકમાં ત્રણ મહિલા સહિત પાંચ લોકો ઉપર હુમલો કરીને ઘાયલ કરતા ખળભળાટ સાથે ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. ઢોરો ચારતા અને ખેતરમાં કામ કરતા લોકોને રીંછે શિકાર બનાવ્યા હતા.ઘાયલોને બારીયાના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વન વિભાગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેવગઢ બારીયા તાલુકામાં આવેલા ભૂતપગલા ગામે ચંપાબેન રમેશ ભાઈ રાઠવા કોતરમાં પોતે મૂકેલું મશીન જાેવા ગયા હતા
ત્યારે બપોરના ૧ વાગ્યે રીંછે હુમલો કરીને તેમના પગની સાથળ અને હાથની આંગળી ઉપર ઇજા કરી હતી. ત્યાંથી ભાગેલા રીછે ૧.૧૫ વાગ્યે ખેતરમાં કામ કરતા પ્રફુલભાઈ બલવંતસિંહ બારીયા ઉપર હુમલો કરીને તેમના પગ અને ઢીચણના નીચેના ભાગે બચકા ભર્યા હતા. ત્યાંથી પણ ભાગી છૂટી ભૂતપગલા ગામમાંજ કૈલાશબેન દિનેશ બારીયા ઉપર ૧.૩૫ વાગ્યે હુમલો કરી સાથળ, હાથ અને કપાળમાં બચકા ભરી ઘાયલ કર્યા હતા. રિંછના હુમલાથી ગામમાં ભય ફેલાઈ ગયો હતો. લોકો એ દેકારા પડકારા કરતા રીછ ભાગીને નજીકનાં ખાંડણીયા ગામે પહોંચી ગયું હતું. ત્યાં ૧.૫૦ વાગ્યાના અરસામાં બકરા ચરાવતા સુમિત્રાબેન સોમાભાઈ નાયકને નિશાન બનાવીને તેમના પગની સાથળ અને હાથ ઉપર બચકા ભર્યા હતા.
સુમિત્રાબેનની બુમાબુમથી રીછ સાતકુંડા ગામે પહોચિ ગયું હતું. ત્યાં બપોરના બે વાગ્યે ખેતરે જતા અજીતભાઈ નરપતભાઈ બારીયા ઉપર હુમલો કરીને તેમના ખભાના ભાગે બચકા ભર્યા હતા. એક સાથે ત્રણ ગામમાં એક જ કલાકના ગાળામાં ૫ લોકોને રીછે ઘાયલ કર્યાની ઘટનાથી લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. ઘટના પગલે ત્રણે ગામોમાં વનવિભાગના કર્મચારીઓ ધસી ગયા હતા. તમામ ઘાયલોને ૧૦૮ દ્વારા દવાખાને ખસેડાયા હતા. જાણવા મળ્યા મુજબ એક રીછ તેના બચ્ચાઓ સાથે ફરતું જાેવા મળતું હતું. તેના દ્વારા જ લોકો ઉપર હુમલા કરાયા હોવાની ચર્ચા છે. જાેકે હુમલા સમયે રીછ સાથે બચ્ચાં જાેવા મળ્યા ન હતા.
Recent Comments