સૌરાષ્ટ - કચ્છ

દેવભૂમિ દ્વારકામાં મીડિયા ફેસિલિટેશન સેન્ટરનું ઉદઘાટન કરાયું

વિધાનસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૧ ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેના અનુસંધાને ખંભાળિયા સ્થિત જિલ્લા પંચાયત કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર મીડિયા ફેસિલીટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાના દ્વારા કરવામાં આવ્યું હતું. ફેસીલીટી સેન્ટરનો પ્રારંભ કરતા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી પંડ્યાએ જણાવ્યું કે, વિધાનસભાની ચુંટણી દરમિયાન પત્રકારોને ચૂંટણીલક્ષી માહિતી એક જ સ્થળ પરથી મળી રહે તે માટે આ મીડિયા ફેસીલીટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ પ્રારંભ પ્રસંગે અહીંના અધિક નિવાસી કલેક્ટર ભૂપેશ જાેટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર સાથે પત્રકારો પણ જાેડાયા હતા.

Related Posts