દેવરાજીયા પ્રાથમિક શાળા ખાતે એન એસ એસ કેમ્પ યોજાયો
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. જિલ્લામાં નશાના દૂષણને ડામવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત અમરેલીની મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ દ્વારા દેવરાજીયા પ્રાથમિક શાળા ખાતે એન એસ એસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ખેર દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળાઓને તેમની કારકિર્દી ઘડતર અને અભ્યાસનું મહત્વ એ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એન એસ એસ કેડેટસના કો ઓર્ડીનેટર શ્રી અરુણાબેન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Recent Comments