તળાજા નજીકના પાલીતાણા માર્ગ પર આવેલ બ્રહ્મલીન મોહનગીરીબાપુની તપસ્થળી ગુરુદત્તાત્રેય આશ્રમ દેવળિયા ધાર ખાતે મહંત થાણાપતિ જુનાગઢ જુના અખાડાના શ્રી લહેરગીરીબાપુ દ્વારા ચાલતા 42 દિવસના અનુષ્ઠાન (ઉપવાસ) ના 31 માં દિવસના રોજ પંચમુખી હનુમાનજીના સાનિધ્યમાં હનુમંત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાન ભૂદેવો,સાધુ-સંતો અને ભાવિકોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે સર્વ જીવાત્માઓની સુખાકારી માટે આ હનુમંત યજ્ઞ સાથે અખંડ સુંદરકાંડના પાઠ પણ થયા હતા.ધર્મમય વાતાવરણમાં યજ્ઞ નારાયણના દર્શન અને સુંદરકાંડના પાઠમાં સૌ ભાવિકો ભાવભેર જોડાયા હતા.
દેવળીયા ગામના ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે હનુમંત યજ્ઞ તેમજ સુંદરકાંડ ના પાઠ નું ભાવભેર આયોજન થયું

Recent Comments