અમરેલી ના દેવળીયા ગામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળા ના જર્જરીત ઓરડો અને બાલ આંગણવાડી ની જાહેર સરપંચ શ્રી ભાવનાબેન સુખડિયા તલાટી કમ મત્રી શ્રધ્ધાબેન મકવાણા ઉપ સરપંચ શ્રી ધમિષ્ઠાબેન ભાવેશભાઈ સોલડીયા. હરેશભાઈ માધડ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તેમજ સુરજબેન વનરાજભાઈ ચૌહાણ ની હાજરી માં ગામનાં તેમજ બહાર ગામ/શહેરમાંથી આવેલ 93 જેટલાં આસામીઓએ ડીપોઝીટ ભરી બોલી લગાવી હતી શાળાના ઓરડાની ૫૦૦૦/અપસેટ કિંમત સામે ૪૩૦૦૦/ ના છેલ્લા બોલ લગાવી કાટમાળ ખરીદયો હતો તેમજ બાલ આંગણવાડી ની રુ. ૮૫૦૦/ અપસેટ પ્રાઈઝ સામે રુ ૪૫૦૦૦/ના છેલ્લા બોલ લગાવી કાટમાળ ખરીદયો હતો આમ દેવળીયા ગામ પંચાયત દ્વારા છાપામાં જાહેરાત આપી નિયમાનુસાર કાર્યવાહી થતા સારી રકમ ઉપજી આવી હતી હરરાજી પુર્ણ થતા સરપંચ શ્રી ભાવનાબેન સુખડિયા અને તલાટી કમ મત્રી શ્રધ્ધાબેન મકવાણા દ્વારા તમામ આસામીઓની ડીપોઝીટ પરત કરવામાં આવી હતી અને સૌનો આભાર માન્યો હતો..
દેવળીયા ગ્રામ પંચાયત દ્વારા શાળા ના ઓરડા અને આંગણવાડી ના જીર્ણ ઇમલા ની જાહેર હરરાજી

Recent Comments