અમરેલી દેવળીયા ગ્રામ પંચાયત દ્વારા એઇમ્સ હોસ્પિટલ અમરેલી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું નિશુલ્ક આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં ખાસ ડોક્ટર કેયુર આર કોટડીયા (ડાયા બીટો લોજીસ્ટ અને જનરલ ફીજીસ્યન) ડોક્ટર યોગેશ રાખોલીયા( સ્ત્રી રોગ નિષ્ણાત) તેમજ હોસ્પિટલના પડશાળા સાહેબ જોટંગીયા સાહેબ પરમાર સાહેબ તેમજ કાનજીભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહીને આ કેમ્પને દીપાવ્યો હતો.
આ નિશુલ્ક કેમ્પમાં કુલ 149 દર્દીઓએ લાભ લીધેલ હતો એમ હોસ્પિટલ દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કાર્ડિયોગ્રામ કરી આપેલ હતો અને જરૂરિયાત મુજબ દવાઓ નિશુલ્ક પણ આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા નાથાલાલ સુખડિયા ઉપસરપંચ રમીલાબેન સોલડીયા તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ સોલડીયા પંચાયત સદસ્ય જયેશભાઈ ચકરાણી દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી આ કેમ્પમાં ગામના લોકોએ લાભ લીધો હતો તેમ નાથાલાલ સુખડિયા ની યાદી જણાવે છે
Recent Comments