દેવળીયા ગ્રામ પંચાયત નું વર્ષ ૨૦૨૪/૨૫ નું સર્વાનુમતે મંજૂર
અમરેલી દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત તા જી અમરેલી કચેરી ખાતે સરપંચ શ્રી ભાવનાબેન નાથાલાલ સુખડીયા અધ્યક્ષતામાં આજરોજ વર્ષ ૨૦૨૪/૨૫ નું અંદાજપત્ર બજેટ બેઠક મળી જેમાં રૂ.૧.૩૨.૭૬.૫૦૦/ના વિકાસ કામો ખર્ચ ના અંદાજને સર્વાનુમતે મંજૂર કરવામાં રોડ રસ્તા ધારાસભ્ય સાંસદ ગ્રાન્ટ એટીવીટી યોજના નાણા પંચની.વિવિધ વિકાસના કામગીરી માટે રૂ ૧.૧૯.૭૦.૫૦૦/ અંદાજ મુજબ બજેટમાં જોગવાઈ કરવામાં આવી પાણી વિતરણ માટે ૧.૯૫ લાખ વાંચનાલય તેમજ સાંસ્કૃતિક શિક્ષણ માટે ૫૫ હજાર. સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ માલસામાન અને લાઈટ બીલ ૨.૨૫ લાખ સફાઈ કામગીરી માટે ૩.૯૫ લાખ ખેતીવાડી યોજનાકીય.છોડ ઉછેર આને લીફટ ઇરીગેશન યોજના બનાવી પ્લાન તૈયાર કરવા ૩.૨૫ લાખ કોમ્પ્યુટર તેમજ રેકોર્ડ અધ્યતન માટે ૫૦/૫૦ હજાર તેમજ પંચાયત દ્વારા વિકાસ માટે ૩ લાખ રૂપિયા અંદાજવામાં આવ્યા છે
ગત વર્ષે ૨૦૨૩/૨૪ના અંદાજપત્ર બજેટ ૭૨.૧૧.૫૦૦/ની સામે 2024/25 માં ૧.૩૨.૭૬.૫૦૦/એટલે કે રૂ.૬૦.૬૫.૦૦૦ / વધું અંદાજવામાં આવ્યું છે કોઈપણ પ્રકારનો વેરો વધારવામાં આવ્યો નથી તદઉપરાંત ૮૫૮ મિલ્કતો સાથે નવી આકારણી રજીસ્ટ્રેશન ઓનલાઇન કરવામાં આવી છે જેથી સરકાર શ્રી ની સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ અપાશે આમ અલગ અલગ વિસ્તારોમાં આવનાર માર્ચ બાદ ધરે ધરે કચરો એકત્રીત કરવા માટે વાહન વ્યવસ્થા કરવામાં આવશે અને દરેક વિસ્તારમાં શેરી નંબર સાથે રહીશોના નામ અને મિલકત નંબર બોર્ડ લગાવવામાં આવશે કોમ્પ્યુટર રૂમખાતે સતત હાજરી આપી શકે તેવા ઓપરેટર તરીકે લોકો ની તમામ અરજી વિગેરે કામગીરી માટે વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આજની આ બેઠકમાં સરકાર શ્રી દ્વારા માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા નવમું ધોરણ શરૂ કરવા માટે થયેલ જાહેરાત ને વધાવી આભાર માન્યો હતો આમ આજની આ બેઠકમાં ઉપ સરપંચ શ્રી ધર્મિષ્ઠાબેન સોલડીયા ન્યાય સમિતિ ચેરમેન શ્રી હરેશભાઈમાધડ.વિપુલભાઈ રાઠોડ.જયેશભાઈ ચકરાણી.હિતેશભાઈ માધડ કંચનબેન માધડ નિતાબેન વાડદોરીયા.સુરજબેન ચોહાણ.તેમજ તલાટી કમ મંત્રી શ્રી સોનલબેન વ્યાસ હાજર રહ્યા હતા
Recent Comments