fbpx
ગુજરાત

દેવળીયા પાટિયા પાસે બાઈકને ટેન્કરે અડફેટે લેતાં બાઈકચાલકનું મોત

ખંભાળીયા તાલુકાના નાના માંઢા ગામના રહીશ લાખાભાઈ મોટરસાઇકલ મારફતે દેવળીયા પાટિયાથી ખાનગી કંપનીના મટીરીયલ ગેટ તરફ જઈ રહ્યા હતા. ત્યારે જી.જે.૧૨.એ.ઝેડ.૩૭૨૦ નંબરના ટેન્કર વાહનની હડફેટે ચડતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પહોચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજાે સંભાળી હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી બાજુ અકસ્માતના આ બનાવના પગલે ટેન્કર ચાલક પોતાનું વાહન લઈ નાશી છૂટતા પોલીસે આ મામલે ઉપરોક્ત નંબરના વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બીજી બાજુ અકસ્માતના બનાવમાં આશાસ્પદ યુવાને જીવ ગુમાવતા પરીવારમાં ઘેરો શોક છવાયો છે. જયારે પંથકભરમાં પણ ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. સતત ધમધમતા ખંભાળિયા-જામનગર રોડ પર બપોરે સર્જાયેલા અકસ્માતના પગલે સ્થળ પર લોકો પણ એકત્ર થયા હતા.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દેવળીયા પાટીયા પાસે પુરપાટ વેગે દોડતા એક ટેન્કર ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલક યુવાનનુ ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજયુ હતુ.જયારે અકસ્માત સર્જી વાહનચાલક નાશી છુટયાનુ ખુલતા પોલીસે તેની સામે ગુનો નોંધવા તજવિજ સાથે શોધખોળ હાથ ધરી છે. અકસ્માતના આ બનાવના પગલે સ્થળ પર લોકો એકત્ર થયા હતા.

Follow Me:

Related Posts