અમરેલી

દેવળીયા મહિલા સરપંચ ભાવનાબેન સુખડીયા નો એપ્રોચ રોડ માટે જિલ્લા કલેકટર અને આર એન્ડ બી કાર્યપાલક ને પત્ર જાહેર હિત માં વિનંતી સાંસદ અને ધારાસભ્ય વિરુદ્ધ ભ્રષ્ટાચાર મેટર.ગુજ હાઇકોર્ટ માં ચાલતી હોય તેથી સહકાર થી અલિપ્ત રહે છે

અમરેલી ગામે થી સાવરકુંડલા રોડને જોડતા ત્રણ કીલોમીટર એપ્રોચ રોડ સત્તત રેતીના હેવી લોડેડ ડમ્ફરો અને વાહનો તેમજ ચોમાસાના વરસાદી પાણીનાં કારણે ઉપરનો લેયર ધોવાઈ ગયેલ તેમજ તૂટી ગયેલ હોવાથી રોડના કપચી અને મેટલ પત્થર હાલ રોડ ઉપર આવી ગયેલ હોઈ તેમજ અંદાજે પાંચ વર્ષ પૂર્વે આ રોડનું કામ નીર્માણ થયેલ હોઈ હાલ આ સાવરકુંડલા રોડ થી દેવળીયા ગામે જવા માટે ત્રણેક કી.મી, જેવા રોડ ઉપર વાહન ચલાવવા મુશ્કેલ હોઈ તેમજ આ રોડ માત્ર દેવળીયા ગામ પુરતો જ મર્યાદિત ન હોઈ કેમ કે આ રોડ દેવિળયા થી આંબા – કણકોટ અને લીલીયા ને જોડતો મુખ્ય એપ્રોચ રોડ હોવાથી આ રોડને અગત્યતા આપી તાત્કાલિક બનાવીને સમસ્યાનું નિરાકરણ લાવવા વિનંતી બીજું કે,ભ્રષ્ટાચાર બાબતે મારા પતી શ્રી નાથાલાલ સુખડીયા દ્વારા ધારાસભ્ય શ્રી અને સાંસદ શ્રી સામે ગૌચર દબાણ બાબતે નામ. ગુજરાત હાઈકોર્ટ માં મેટર ચાલુ હોવાથી અમરેલી ના ધારાસભ્ય અને સાંસદ સભ્ય શ્રી અમારા દેવિળયા ગામને કોઇપણ મદદ કરવા થી અલિપ્ત રહે છે. અને દેવળીયા ગામ સાથે ઓરમાયું વર્તન કરે છે. અને સાંસદ તેમજ ધારાસભ્ય શ્રી દેવળીયા ગામના દરેક કામમાં અસહકાર આપતા હોઈ તેથી ધારાસભ્ય અને સંસદ સભ્યની ઈચ્છા ઓને અવગણી અને જાહેર હિત માં અમારા એપ્રોચ રોડ નું કામ કરવા વિનંતી

Related Posts