રાજકોટનાં રવિરત્ન પાર્ક સોસાયટીમાં સાહિત્યકાર દેવાયત ખાવડ અને બાજુમાં રહેતા બે પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં દેવાયત ખાવડ છૂટા પડાવવા માટે પડ્યા હતા. ખાવડે વીડિયોમાં કહ્યા મુજબ તેમની એક તરફ પટેલ પરિવાર રહે છે બીજી બાજુ રાજપૂત પરિવાર રહે છે. આ બંને પરિવારો વચ્ચે પાર્કિંગ જેવા મુદ્દે તકરાર ચાલી રહી હતી.’રાણો રાણાની રીતે, ‘ ‘મામલો મેદાને છે..’ આવા શોર્ય વાક્યો કે ઉક્તિઓ સાંભળતા જ લોક સાહિત્યકાર દેવાયત ખાવડનું નામ સામે આવી જાય છે. દેવાયત ખાવડે લોક સાહિત્યમાં વીર રસથી પોતાની અલગ ઓળખાણ ઊભી કરી છે. જાેકે, દેવાયત ખાવડના આ ‘વીરરસ’ના દર્શન લોકોને સોશિયલ મીડિયા પર થઈ ગયા. તાજેતરમાં જ રાજકોટ શહેરની યુનિવર્સિટી રોડ પાસે આવેલી રવિરત્ન પાર્ક સોસાયટીમાં દેવાયત ખાવડનો ઝઘડો થયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાથમાં ધોકા સાથે દેખાતા દેવાયત ખાવડને જાેઈને સૌને આશ્ચર્ય થયું. જાેકે, હવે આ મામલે દેવાયત ખાવડે એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે ખુલાસો કર્યો છે અને રાજપૂત સમાજન વિરુદ્ધ પોતાને ચિતરવાનો પ્રયાસ કરાયો હોવાની વાત કરી છે. તેમણે રાજપૂત સમાજને આ વિનંતી પણ કરી છે. ખાવડે કહ્યું કે તે દિવસે રાતે અમે લોકો બેઠા હતા ત્યારે ૮-૧૦ લોકો ધસી આવ્યા અને મારા આંગણે બેસેલા લોકોનો કોલર પકડી લીધો હતો.
પાડોશી ધર્મ તરીકે મેં એ લોકોને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, સોશિયલ મીડિયામાં એવું ચિતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે હું રાજપૂત સમાજની સામે પડ્યો કે મેં તેમની સાથે ઝઘડો કર્યો. હું રાજપૂત સમાજને વિનંતી કરું છું કે આવી વાતોમાં ક્યાંય આવશો નહીં. મારા ડાયરામાં પણ હું રાજપૂત સમાજની વિરુદ્ધ ક્યાંય બોલ્યો નથી. મારા રાજપૂત સમાજમાં સારા સંબંધો છે. જે લોકોને દેવાયત ખાવડ પસંદ નથી તે આવુ ચિતરણ કરીને મને રાજપૂત સમાની વિરુદ્ધ ચિતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ આ પહેલીવાર નથી બન્યું કે લોકસાહિત્યકાર દેવાયત ખાવડ વિવાદમાં સપડાયા. અગાઉ પણ તેમનો વિવાદ થયો છે. ટિકટોક સ્ટાર કિર્તી પટેલ અને દેવાયત ખાવડ વચ્ચે સોશિયલ મીડિયાનો જંગ દરેક ગુજરાતી સોશિયલ મીડિયા યુઝર સુધી પહોંચ્યો હતો. ત્યારે પણ બેફામ વાણીવિલાસ થયો હતો અંતે બંને પક્ષે સુખદ સમાધાન થયું હતંં ત્યારે રાજકોટના આ ઝઘડામાં પણ ખૂબ ગામ ગાજ્યું. અંતે દેવાયત ખાવડે આ મામલે ખુલાસો કરી પોતાનો પક્ષ મૂક્યો છે. દેવાયત ખાવડે આ વીડિયોના માધ્યમથી વિનંતી કરી છે કે સમાજ સત્ય જાણે અને પછી મારા અંગે કોઈ પણ પ્રકારનો મત બાંધે. મેં હંમેશા માન આપ્યું છે અને હું કોઈ રીતે વિરોધમાં નથી. આ વીડિયો દ્વારા ફરી એકવાર વિનંતી છે કે સત્ય જાણીને પછી જ કોઈ વાત આગળ વધારે.


















Recent Comments