ગુજરાત

દેવીરામપુરા ગામે રૂ 26,000ની કિંમતનો દારૂ પકડી પાડતી સાગટાળા પોલીસ, પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી

સાગટાળાપોલીસ સ્ટેશન હદના દેવીરામપુરા ગામે કિંમત રૂપિયા, ૨૬,૦૦૦/-નો પ્રોહી મુદામાલ ઝડપી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાગટાળા પોલીસ મહે,નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીપંચમહાલ-ગોધરા રેન્જ,ગોધરા નાઓએ પ્રોહી તથા જુગારની બદીને સદંતર નાબુદ કરવા સુચના કરેલ જે અનુસંધાને મહે.પોલીસ અધિક્ષકશ્રીદદાહોદનાઓએ જીલ્લામાં પ્રોહી તથા જુગારની અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા તેમજ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ પ્રોહી/જુગારની પ્રવૃતિ સાથે અગાઉ સંકળાયેલ ઇસમો. 

ગેરકાયદેસરની દારૂની હેરાફેરી/પરીવહન કરતા ઇસમોના આશ્રય સ્થાનો ઉપર પરીણામલક્ષી કામગીરી કરવા તેમજ નાકાબંધી વોચ રાખી પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ જે સુચના અનુસંઘાને મહે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી,લીમખેડા વિભાગ લીમખેડાનાઓએ આવી ગેરકાયદેસર રીતેની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપરવોચ રાખી કેશો કરવા માટે જરૂરી સુચના અને માગદર્શન કરેલ જે અનુસંધાને મહે,સર્કલ.

પો.ઇન્સશ્રી,દેવ,બારીયા સર્કલ નાઓએ પણ જરૂરી સુચના આપેલ જે અનુસંધાને સાગટાળા પો.સ્ટે,.ના પો,સબ_ઇન્સ,.શ્રી એ,એ,રાઠવા_તથા પોલીસ સ્ટાફના માણસો સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. અલતાપખાન.
બસીરખાન બ.નં-૧૦૫૪ નાઓને પ્રોહીબિશન અંગેની બાતમી મળેલ કે, દેવીરામપુરા ગામે દેવી ફળીયામાં રહેતો
જાબીર ઉર્ફે ગોપાલભાઇ પ્રતાપભાઇ જાતે.નાયકનાનો તેના ઘરે કેટલોક ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ. ધંધો કરે છે જે બાતમી આધારે દેવીરામપુરા ગામે ઉપરોકત ઇસમના રહેણાંક ઘરે પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતાંબાતમીવાળો ઇસમ જાબીર ઉર્ફે ગોપાલભાઇ પ્રતાપભાઇ જાતે.નાયક રહે.દેવીરામપુરા દેવી ફળીયું

તા.દેવ.બારીયા જી.દાહોદનાનો હાજર મળી નહીં આવતા પંચો સાથે તેના મકાનમાં ઝડતી તપાસ કરતા મકાનના અંદરના ખંડના ખૂણામાં ગોદડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ મળી આવેલ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી સાગટાળા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો આજરોજ તા.૦૮/૦૫/ર૦ર૨ નારોજ રજીસ્ટર કરવામાં આવેલ છે.  કબજે કરેલ મુદ્દામાલ:: ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ.૨૦૦ કિંમત રૂપિયા.૨૬,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ.  આમ, સાગટાળા પોલીસને દેવીરામપુરા ગામેથી પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

Related Posts