fbpx
બોલિવૂડ

દેવોલીનાએ દિવ્યાના પતિ પર ઘરેલું હિંસા અને દિવ્યા તોડી દેવાનો આરોપ લગાવ્યો

જાણીતી ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરના અવસાન બાદ તેની અંગત લાઇફ જબરદસ્ત ચર્ચામાં આવી છે. દિવ્યાનું મોત કોવિડ -૧૯ ને કારણે થયું હતું પરંતુ તેના પરિવાર અને નજીકના મિત્ર દેવોલીના ભટ્ટાચારજીએ તેમના પતિ ગગન પર ઘરેલું હિંસા અને દિવ્યા તોડી દેવાનો આરોપ લગાવ્યો છે. દિવ્યાના ભાઈએ ગગન સતત પુરાવા શેર કરી રહ્યો છે. હાલ દેવોલિનાએ ગગન પર ઘણા ગંભીર આક્ષેપો પણ કર્યા છે. થોડા દિવસો પહેલા તેણે એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું કે ગગનને જેલમાં મોકલવામાં આવે. આ સાથે જ તેણે ફરી એક વીડિયો અને કેટલીક ચોંકાવનારી તસવીરો શેર કરી છે.
દેવોલીનાએ ઇન્સ્ટાગ્રામ પર દિવ્યાના ઘાની તસવીર તેમજ તેના પડોશીઓ દ્વારા કરેલા ખુલાસાઓનો સ્ક્રીનશોટ ફેન્સ સાથે શેર કર્યો છે. જેમા દરેક લોકો દિવ્યા સાથે ગગન દ્વારા ઘરેલુ હિંસા કરવાની વાત કહેતા જાેવા મળી રહ્યા છે. એક ચેટમાં દિવ્યા આ દરેક વસ્તુ કહેતી જાેવા મળી રહી છે કે ગગનના અનેક અફેયર્સ પણ હતા અને તે તેને ઓપન મેરેજ માટે જબરદસ્તી પણ કરી રહ્યો હતો. વીડિયોમાં દેવોલિનાએ ખુલાસો કર્યો છે કે ગગન માટે દિવ્યાને તેના પટ્ટાથી માર મારવો ખૂબ સામાન્ય વાત હતી.
લગ્નના ત્રણ દિવસમાં જ તેણે દિવ્યનું માથુ ફોડી નાખ્યું હતું. તે તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો, તે કહેતો હતો કે તેની પાસે બંદૂક છે પ દેવોલિનાએ કહ્યું કે ગગન દિવ્યાને ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે ઉપયોગમાં લેતો હતો. તે કહે છે કે ગગનની ગર્લફ્રેન્ડ્‌સે પણ દિવ્યા સાથે વાત કરી હતી, તે મેસેજીસના પણ પુરાવા છે. દેવેએ ગગનને કહ્યું કે દિવ્યાએ તેનું નામ એન.સી. કરાવ્યું છે અને જાે તે પોતાને નિર્દોષ માને છે તો આવીને પોલીસ સ્ટેશનમાં વાત કરે.

Follow Me:

Related Posts