ભારતીય હવામાન વિભાગે હજુ પણ અનેક રાજ્યમાં ૬ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે ચોમાસાની થોડી હિલચાલને કારણે હજુ પણ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. સોમવારે ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં વરસાદ જાેવા મળ્યો હતો. કોંકણ, ગોવા અને કેરળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જાેવા મળ્યો છે. જાે પહાડી રાજ્યોની વાત કરીએ તો કેટલીક જગ્યાએ હળવો વરસાદ જાેવા મળી શકે છે.
બાકીના પંજાબ, હરિયાણા, દિલ્હી દ્ગઝ્રઇ, રાજસ્થાનમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. તે જ સમયે, બિહાર અને ઝારખંડમાં આજે પણ હવામાન બગડી શકે છે જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ બે રાજ્યો ઉપરાંત પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ ઘણી જગ્યાએ હળવો, મધ્યમ અને ભારે વરસાદ જાેવા મળી શકે છે. ઉત્તર છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પશ્ચિમ આસામ અને મેઘાલયમાં ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પણ જાેવા મળી શકે છે. આ વિસ્તારો સિવાય ઉત્તર પૂર્વના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે..
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, ગોવા, કોસ્ટલ કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના મધ્ય પ્રદેશમાં બહુ ઓછા સ્થળોએ હળવા વરસાદની સંભાવના પણ જારી કરી છે. દરમિયાન, ૩ ઓક્ટોબરે એટલે કે આજે બિહારમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય પૂર્વોત્તર ભારત, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં ૨-૫ ઓક્ટોબરે ભારે વરસાદની સંભાવના છે. ૈંસ્ડ્ઢ એ પણ આ સમયગાળા દરમિયાન મધ્ય ભારતમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમમાં ૨ થી ૬ ઓક્ટોબર સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે. ૈંસ્ડ્ઢ દ્વારા જારી કરવામાં આવેલી હવામાન આગાહી અનુસાર, ૪ અને ૫ ઓક્ટોબરે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ પડશે.


















Recent Comments