દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ કોરોના વેક્સિન લીધી
દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ પણ કોરોના વાયરસ વિરૂદ્ધ એન્ટીબોડી બને તે માટે કોરોના રસી લઈ લીદી છે. ૮૩ વર્ષીય ટાટાએ કહ્યું કે, તેમને રસી લેતા સમયે કોઈ દુખાવો થયો ન હતો અને સમગ્ર પ્રક્રિયા એકદમ સરળ હતી. તેમણે આશા વ્યક્ત કરી છે કે દેશની દરેક વ્યક્તિને કોરોના રસી લાગશે.
રતન ટાટાએ ટ્વીટ કરીને લખ્યું, ‘મેં આજે કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે જેનો હું આભારી છું. આ એકદમ સરળ છે અને તેમાં કોઈ દુખાવો નથી થતો. મને વાસ્તવમાં આશા છે કે દરેક વ્યક્તિને ટૂંકમાં જ રસી આપવામાં આવશે.
રતન ટાટા તરફથી રસી લીધાની જાણકારી શેર કર્યા બાદ દેશભરમાં રસીકરણ અભિયાનને વધારે મજબૂતી મળવાની ધારણા છે કારણ કે તેમની ઉંમર અને તેમના કદની એક મોટા વર્ગ પર અસર થશે. જે લોકો ખુદ અથવા ઘરના વૃદ્ધોને કોરોના રસી અપાવતા ડરે છે તેમને હવે એવું થશે કે જાે રતન ટાટા ૮૩ વર્ષેની ઉંમરે કોરોના રસી લઈને ખુશ છે તો નિશ્ચિત પણે તેમાં કોઈ જાેખમ નહીં હોય.
Recent Comments