દશેરા પણ વીતી ગયા છે પરંતુ મેદાની વિસ્તારોમાંથી ઠંડી હજુ ગાયબ છે. રાત્રિના સમયે પણ લોકોને એસી ચલાવવાની જરૂર પડે છે. જોકે, પહાડી વિસ્તારોમાં ગુલાબી ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે. જેના કારણે ત્યાંના લોકોએ શાલ અને સ્વેટર કાઢી લીધા છે. હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર આજે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ચાલો જાણીએ કે આવતીકાલે હવામાન કેવું રહેશે?હવામાન વિભાગ અનુસાર, 14 ઓક્ટોબરના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, આણંદ, ખેડા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
દેશના તમામ રાજ્યોમાં અલગ અલગ વાતાવરણ જોવા મળ્યું, જાણો આજે ગુજરાતનું હવામાન કેવું રહેશે

Recent Comments