રાષ્ટ્રીય

દેશના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઇ ફૂલે વિષે જાણો

સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ ૩જી જાન્યુઆરી ૧૮૩૧માં થયો હતો. તેમણે પુણેના ભીડેવાડામાં પહેલી કન્યાશાળા શરૂ કરી હતી, જેમાં અલગ-અલગ જ્ઞાતિની દિકરીઓને એક સાથે શિક્ષણ આપવામાં આવતું હતુ એટલું જ નહીં પરંતુ વિધવાઓ કે જેમનું અન્ય પુરૂષોએ શારિરીક ઉત્પીડન કર્યુ હોય અને તે બાદ પરિવારોએ તરછોડી દીધી હોય તેવી મહિલાઓ માટે સાવિત્રીબાઈએ પતિ જ્યોતિરાઓ સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી. તેમણે શિક્ષણ અને સમાજ સુધારાતા માટે ઘણું કામ કર્યુ છે. વર્ષ ૧૮૪૮ માં, જ્યારે સાવિત્રીબાઈ ફૂલે માત્ર ૧૭ વર્ષના હતા, ત્યારે તમણે પતિ જ્યોતિબા ફુલે સાથે મળીને દલિતો અને મહિલાઓને શિક્ષિત કરવા માટે એક શાળાની સ્થાપના કરી. તે સમયે તેમની શાળામાં માત્ર ૯ છોકરીઓ અભ્યાસ કરતી હતી.

એવું કહેવાય છે કે જ્યારે સાવિત્રીબાઈ ફૂલે શાળામાં ભણાવવા જતા હતા ત્યારે રસ્તામાં લોકો તેમના પર ગાયનું છાણ, માટી, કાદવ વગેરે ઉછાળતા હતા,આવી વિકટ પરિસ્થિતીમાં પણ તેમણે હાર ન માની અને દ્રઢ મનોબળ સાથે એમનો સામનો કર્યો તેઓ આવી હલકી માનશીકતા વાળા લોકોથી બચવા માટે પોતાની બેગમાં વધારાની સાડી લઇ જતા જેથી જરૂરી પડયે કદાવથી લોકો દ્વારા કાદવથી બગાડેલ સાડી બદલી શકાય. એટલું જ નહીં, સાવિત્રીબાઈ અને જયોતિબા ફૂલેની મહેનત અને સમર્પણને કારણે ૧૮ જેટલી કન્યા શાળાઓ સ્થપાઈ. તેમજ સાવિત્રીબાઈ ફૂલે દ્વારા સંચાલિત પુણેની એક કન્યા શાળાને દેશની પ્રથમ કન્યા શાળાનો દરજ્જાે મળ્યો.તેથી જ સાવિત્રીબાઈ ફૂલેને દેશની પ્રથમ કન્યા શાળાના નિર્દેશક અને આચાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.

તેમજ તેમના પતિ જ્યોતિબા ફૂલેને સામાજિક સુધારણા ચળવળના અગ્રણી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ બંનેએ સાથે મળીને હંમેશા દલિત અને શોષિત વર્ગ માટે અવાજ ઉઠાવ્યો.અને તમેના કલ્યાણ માટે અનેક સમાજ સુધારણાના કાર્યો કર્યા. સાવિત્રીબાઈ પોતે તે સમયે અશિક્ષિત હતા પણ પતિ જ્યોતિરાઓની પ્રેરણા અને માર્ગદર્શન મેળવીને સાવિત્રીબાઈએ શિક્ષણ મેળવ્યું. શિક્ષિત સાવિત્રીબાઈ એ ૧લી મે ઈ.સ ૧૮૪૭માં અછૂત કન્યાઓ માટે પ્રથમ શાળા ખોલી. ભારતમાં એ કોઈ પણ બાળાઓ માટેની પહેલી જ શાળા હતી. સમાજને હાલ પણ સ્ત્રીનું સધ્ધર હોવું જચતું નથી તો એ જમાનામાં એક સ્ત્રી દલિત કન્યાઓને કેળવણી કે શિક્ષણ આપે તે તો કેમનું ગમે સાવિત્રીબાઈનો વિરોધ એ સમાજનું જાણે એક માત્ર કામ બની ગયું.

સાવિત્રીબાઈ ઘરેથી નીકળે એટલે અપશબ્દોની વણઝાર, વળી એમના ઉપર શાહી, કાદવ કંઈ કેટલું ફેંકવામાં આવતું પણ સાવિત્રી બાઈ પોતાના સમાજસેવાની ટેકને સહેજ અમથી પણ આંચ ન આવવા દીધી. ઉલટુ બમણાં જાેશથી લોકો માટે કામ કરવાનું શરૂ કરી દીધું. સાવિત્રીબાઇના આ કાર્યોની સુવાસ બ્રિટિશ શાસકો સુધી પહોંચી. ઈ.સ.૧૮૫૪માં તે સમયના જ્યુડીશીયલ કમિશ્નર વોર્ડનસાહેબે જાહેરમાં તેમનું શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું.

પોતાના ભાષણમાં ફૂલે દંપતીની ખુલીને પ્રશંસા કરી. એક તરફ ભારતનો સમાજ તેમના વિરુદ્ધ ઝેર ઓકતો હતો, તો બીજી તરફ બ્રિટિશ સમાજ એમનું બહુમાન કરતો હતો. બ્રિટીશ શાસન ની લાખ વાતે ટીકા કરી શકાય,પણ અહી આ વાત પર તો બ્રિટિશશાસકોને તો વખાણવા જ પડે કેમ કે, એમણે જ શિક્ષણનાં દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતાં. આપણા ધર્મનાં રખેવાળો જ્યારે ધર્મના નામે પોતાનું રજવાડું ચલાવતા હતાં ત્યારે આ બ્રિટિશ શાસકો એ ધર્મનાં અન્યાય સામે પડેલા જાંબાઝ સુધારકોનું બહુમાન કરતા હતાં, જેથી આવા ઉમદા કામ માટે બધાને પ્રોત્સાહન મળે.

Related Posts