ગુજરાત

દેશના ભાવિ પેઢીને તૈયાર કરવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વની હોય છે : મહેન્દ્રભાઇ પાડલીયા

દેશના ભાવિ પેઢીને તૈયાર કરવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વની હોય છે. નવી શિક્ષણ નીતીના આઘારે ભવિષ્યના ભારતનો પાયો વધુ મજબૂત થશે તેમ પ્રો. મહેન્દ્રભાઇ પાડલીયા એ જણાવ્યું હતું.   ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આશરે 8 જેટલી વિવિધ યુનિવર્સિટીના લગભગ 250 જેટલા અધ્યાપકઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે આ નિમિત્તે શિક્ષણસેલના સંયોજકઓ મહેન્દ્રભાઇ પાડલીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે મોટી સંખ્યામાં અધ્યાપકો ભાજપમાં જોડાયા છે. ભાજપા સરકાર હંમેશા શિક્ષકોના હિતની ચિંતા કરે છે. આજે જે અધ્યાપકો ભાજપામાં જોડાયા છે તેમનું સ્વાગત કરુ છું.   

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વમાં દેશ ખૂબ પ્રગતી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્ર સરકાર અને રાજય સરકારની દરેક યોજનાને છેવાડાના માનવી સુઘી પહોંચે તેની ચિંતા કરે છે. નવી શિક્ષણ નીતીની કોરોના કાળમાં જાહેરાત કરી અને સવા બે લાખ જેટલા લોકોના મંતવ્ય લઇ શિક્ષણ નીતી બનાવવામાં આવી છે.    નવી શિક્ષણ નીતી ખૂબ સારી બનાવી છે અને નવી શિક્ષણનિતીનો કયાય વિરોધ થયો નથી. નવી શિક્ષણનીતીનો અમલ ટુંક સમયમાં થવાનો છે. નવી શિક્ષણ નીતીના આઘારે ભવિષ્યના ભારતનો પાયો વધુ મજબૂત થશે. દેશની ભાવિ પેઢીને તૈયાર કરવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વની હોય છે. આગામી વિઘાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા મહેનત કરવા હાંકલ કરી. તેવું તેમને આજનાં આ દિવસે જણાવ્યું હતું આ સાથે સૌ કોઈ જે આજે બીજેપી માં જોડાયા છે તેમને અભિનંદન પણ તેમને આપ્યા હતા.

Related Posts