fbpx
અમરેલી

દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો શુભારંભ થયો

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળા નંબર 5 ના બે ઓરડાનું ખાતમુર્હુત કરતા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ  સુરેશ પાનસુરીયા 
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અડાલજ, ગાંધીનગર ખાતેથી માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી તથા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો શુભારંભ થયો. સ્કૂલ્સ ઓફ એકસેલન્સ માટે 50 હજાર વર્ગખંડ અને 1.5 લાખ સ્માર્ટ વર્ગખંડ તેમજ 20 હજાર કમ્પ્યુટર લેબ અને 5 હજાર અટલ ટિંકરિંગ લેબ્સ બનાવાશે. હાલમાં કુલ રૂ.1650 કરોડના ખર્ચે 7 હજાર શાળાઓ, 8 હજાર વર્ગખંડના સુવિધાના કાર્યો પ્રગતિ હેઠળ છે. એકંદરે કુલ 2881 કરોડથી વધુના ખર્ચે 4 હજારથી વધુ શાળાઓમાં કુલ 13,500 વર્ગખંડ તેમજ અન્ય સંકુલોનું નિર્મણ થશે.

જે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ તરફ આ મિશન ખૂબ મદદગાર સાબિત થશે.આજરોજ સાવરકુંડલા શહેર બ્રાન્ચ શાળા નંબર.૫ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું લાઈવ કાર્યક્રમ નીહાળી શાળના મંજુર થયેલ બે રૂમનું ખાતમુહૂર્ત અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા ના વરદહસ્તે કર્યું. આ તકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, શહેર યુવા ભાજપ મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી, નગરપાલિકા સદસ્ય શ્રી ભુપતભાઈ પાનસુરીયા, ભાજપ અગ્રણી શ્રી પોપટભાઈ બુહા, શ્રી ભાવેશભાઈ વાઝા, શાળા ના પૂર્વ આચાર્ય શ્રી ભુપતભાઈ તથા શાળા ના આચાર્ય શ્રી અભિષેકભાઈ અને શિક્ષક મિત્રો અને બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts