દેશના ૧૩ રાજ્યોમાં કોરોનાનો XBB1.16.1 સબ વેરિએન્ટના ૨૩૪ દર્દીઓ મળી આવ્યા
ૈંદ્ગજીછર્ઝ્રંય્ ના ડેટા અનુસાર દેશમાં કોરોના વાયરસના ચેપના કેસોમાં વધારા વચ્ચે ઠમ્મ્૧.૧૬.૧ ના પરિવર્તિત પેટા સ્વરૂપના ૨૩૪ કેસ નોંધાયા છે. ઠમ્મ્૧.૧૬.૧ એ કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના ચેપી ઠમ્૧.૧૬ સ્વરૂપનું પરિવર્તન છે. ડેટા અનુસાર, ઠમ્મ્૧.૧૬.૧ દિલ્હી, ગુજરાત અને હરિયાણા સહિત ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાેવા મળ્યો છે. ભારતીય જીછઇજી ર્ઝ્રદૃી-૨ ય્ીર્હદ્બૈષ્ઠજ ર્ઝ્રહર્જિંૈેદ્બ (ૈંદ્ગજીછર્ઝ્રંય્) ના ડેટા અનુસાર, ઠમ્મ્૧.૧૬ વેરિઅન્ટના ૧,૭૭૪ કેસ ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળી આવ્યા છે. ભારતીય સાર્સ કોવ-૨ જીનોમિક્સ કન્સોર્ટિયમ એ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રચાયેલી વિવિધ રાષ્ટ્રીય પ્રયોગશાળાઓનું જૂથ છે. ૈંદ્ગજીછર્ઝ્રંય્ કોરોના વાયરસના જીનોમ સિક્વન્સિંગ અને કોવિડ-૧૯ વાયરસનું વિશ્લેષણ કરી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ચેપના ૫,૬૭૬ નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૪,૪૭,૬૮,૧૭૨ થઈ ગઈ છે.
તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને ૩૭,૦૯૩ થઈ ગઈ છે. મંગળવારે સવારે ૮ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં ચેપને કારણે દિલ્હી, પંજાબ અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ, કર્ણાટકમાં બે અને ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એક-એક દર્દીના મોત થયા છે. જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૫,૩૧,૦૦૦ થઈ ગઈ છે. આંકડા અનુસાર, દેશમાં હાલમાં ૩૭,૦૯૩ લોકો કોરોનાવાયરસ ચેપ માટે સારવાર લઈ રહ્યા છે, જે કુલ કેસના ૦.૮ ટકા છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર ૯૮.૭૩ ટકા છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૨,૦૦,૦૭૯ લોકો ચેપમુક્ત થયા છે, જ્યારે કોવિડ-૧૯થી મૃત્યુદર ૧.૧૯ ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોવિડ-૧૯ રસીના ૨૨૦.૬૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
Recent Comments