fbpx
રાષ્ટ્રીય

દેશના ૬ એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ પ્રી-બુકિંગ ફરજિયાત

એરપોર્ટ દેશના છ મોટા મેટ્રો શહેરો દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદમાં પણ સ્થિત છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, પ્રોટોકોલના અમલીકરણનો આ માત્ર પ્રથમ તબક્કો છે અને સિસ્ટમને સ્થિર કર્યા પછી અને મુસાફરોને પ્રી-બુકિંગમાં કોઈ મોટી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની ખાતરી કર્યા પછી, આ નિયમ અન્ય એરપોર્ટ પર પણ લંબાવવામાં આવી શકે છે. ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ સામાન્ય રીતે વ્યક્તિમાં કોરોના વાયરસ રોગ ને શોધવા, ટ્રેક કરવા અને અભ્યાસ કરવા માટે સૌથી સચોટ પરીક્ષણ માનવામાં આવે છે.

ભારતમાં એરપોર્ટ ટૂંકા સમય માટે ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરી રહ્યા છે. આ દરમિયાન, ઘણી વખત એક દિવસમાં ૧૫,૦૦૦ સેમ્પલ લેવામાં આવે છે. જેનું પરિણામ એક કલાકથી આઠ કલાકમાં આવે છે. હવે મુસાફરોએ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ અથવા અન્ય પર ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ માટે ઓનલાઈન સ્લોટ બુક કરવાના રહેશે.

કોરોના વાયરસના સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટના વિનાશને રોકવા માટે, સોમવારથી ભારતના છ એરપોર્ટ પર ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટનું પ્રી-બુકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, આ નિયમ ‘રિસ્ક વાળા’ દેશોમાંથી આવતા મુસાફરો માટે લાગુ કરવામાં આવ્યો છે. સરકારી સૂચના અનુસાર, ‘એર સુવિધા’ પોર્ટલમાં સુધારો કરવામાં આવશે. એક મુસાફરને નિયમિત ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ માટે ૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ઝડપી ઁઝ્રઇ ટેસ્ટની કિંમત ૩,૫૦૦ રૂપિયા છે. પ્રથમ ટેસ્ટમાં પરિણામ છ-આઠ કલાકમાં આવી જશે. જ્યારે બીજી ટેસ્ટ એટલે કે ઝડપી પીસીઆર ટેસ્ટ પછી પરિણામ માત્ર ૩૦ મિનિટથી દોઢ કલાકમાં આવી જશે. આ ઉપરાંત, મુસાફરો એપોઇન્ટમેન્ટ ફરીથી શેડ્યૂલ કરી શકે છે અથવા બુકિંગને સંપૂર્ણ રીતે રદ પણ કરી શકે છે.

Follow Me:

Related Posts