fbpx
રાષ્ટ્રીય

દેશની પેટાચુંટણીઓની મતગણતરી ચાલુ

પશ્ચિમ બંગાળમાં પણ પેટાચૂંટણી થઈ છે. અહીં દિનહાટા, ખરદાહા, ગોસાબા અને શાંતિપુર વિધાનસભા બેઠક પર ૩૦ ઓક્ટોબરે મતદાન થયુ હતુ. અહીં પર તૃણમુલ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ટક્કર છે. જાેકે ટીએમસીએ હાલ આગળ છે. ૧૩ રાજ્યોમાં થયેલા વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ અસમમાં ત્રણ અને કર્ણાટકમાં ૧ બેઠક પર આગળ ચાલી રહી છે.દેશના ૧૩ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ત્રણ લોકસભા બેઠક અને ૨૯ વિધાનસભા બેઠક પર ૩૦ ઓક્ટોબરે પેટાચૂંટણી હેઠળ મતદાન થયુ હતુ. જે બાદ બે નવેમ્બરે મંગળવારે આ બેઠક માટે મતગણતરી જારી છે. આની પ્રક્રિયા સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ. ચૂંટણી પંચે અસમની પાંચ, પશ્ચિમ બંગાળની ચાર, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાલયની ત્રણ-ત્રણ, બિહાર, કર્ણાટક અને રાજસ્થાનની બે-બે અને આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણાની એક-એક સીટ માટે વિધાનસભા પેટાચૂંટણી આયોજિત કરી હતી. મધ્ય પ્રદેશના ખંડવા અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યુ છે. દાદરા અને નગર હવેલી લોકસભા બેઠક પર શિવસેના આગળ ચાલી રહી છે. રાજસ્થાનની બે વિધાનસભા બેઠક પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. ધરિયાવદ અને વલ્લભ નગરમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. વલ્લભનગરથી કોંગ્રેસ ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શક્તાવત અને ધારિયાવાડથી ભાજપ ધારાસભ્ય ગૌતમ લાલ મીણાના નિધનના કારણે પેટાચૂંટણી કરાવવી પડી. મધ્ય પ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપ ચારેય બેઠક પર આગળ છે. જાેકે બીજા રાઉન્ડમાં રૈગાંવ અને ખંડવામાં ભાજપની લીડ ઓછી થઈ છે પરંતુ ખંડવા લોકસભા બેઠક ભાજપના ખાતામાં જતી જાેવા મળી રહી છે. બિહારની બંને વિધાનસભા બેઠક તારાપુર અને કુશેશ્વરસ્થાનમાં રાષ્ટ્રીય જનતા દળ આગળ ચાલી રહી હતી. તારાપુરમાં આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ હાજર છે. ત્રીજા રાઉન્ડમાં પણ કુશેશ્વરસ્થાનમાં રાજદે આગળ હતી. અહીં રાજદ ૬૭૦ મતથી આગળ ચાલી રહ્યા હતા પરંતુ ૧૦ વાગ્યા બાદ અહીં જેડીયુ આગળ છે.

Follow Me:

Related Posts