વંદે ભારત સ્લીપરની આતુરતાનો અંત ટૂંક સમયમાં આવી શકે છે. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ૨૦ સપ્ટેમ્બર સુધીમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (મ્ઈસ્ન્) બેંગલુરુ પ્લાન્ટથી ચેન્નાઈ માટે રવાના થવાની અપેક્ષા છે. તેનું અંતિમ પરીક્ષણ અને કમિશનિંગ ચેન્નાઈમાં થશે જેમાં લગભગ ૧૫-૨૦ દિવસ લાગશે. મીડિયા અહેવાલ મુજબ, વંદે ભારત સ્લીપર ટ્રેન, વંદે ભારત કેટેગરીની થર્ડ એડિશન ગુજરાતમાં પ્રથમ વખત દોડવાની અપેક્ષા છે.
ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ૈંઝ્રહ્લ), ચેન્નાઈના જનરલ મેનેજર યુ સુબ્બા રાવે જણાવ્યું છે કે અંતિમ પરીક્ષણ અને કમિશનિંગ પછી વંદે ભારત સ્લીપરને મેઈનલાઈનમાંથી પસાર કરવામાં આવશે, જે લખનૌ સ્થિત રેલ્વે ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (ઇડ્ઢર્જીં)ની દેખરેખ હેઠળ એક કે બે મહિના સુધી ચાલશે. ટ્રેનના હાઇ-સ્પીડ પરીક્ષણ માટે ઉત્તર પશ્ચિમ રેલવે ઝોન પર ટ્રાયલ રન હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ૧૬ કોચની વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ૮૨૩ બર્થ હશે, જેમાં ૧૧ ૩છઝ્ર કોચ (૬૧૧ બર્થ), ૪ ૨છઝ્ર કોચ (૧૮૮ બર્થ) અને ૧ ૧છઝ્ર કોચ (૨૪ બર્થ)નો સમાવેશ થાય છે. વંદે ભારત સ્લીપર ટ્રેન યુરોપની નાઈટજેટ સ્લીપર ટ્રેનોની જેમ બનાવવામાં આવી રહી છે. આ ટ્રેનમાં એટેન્ડન્ટ માટે અલગ બર્થ પણ હશે. પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન મ્ઈસ્ન્ અને હૈદરાબાદ સ્થિત મેધા સર્વો ડ્રાઇવ્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી છે. આમાં પોલેન્ડ સ્થિત યુરોપિયન રેલ કન્સલ્ટન્ટ ઈઝ્ર એન્જિનિયરિંગના ડિઝાઇન ઇનપુટ્સનો સમાવેશ થાય છે. દરેક સ્લીપર બર્થમાં રીડિંગ લાઈટ, ચાર્જિંગ સોકેટ, મોબાઈલ/મેગેઝિન હોલ્ડર અને નાસ્તાનું ટેબલ હશે.
Recent Comments