fbpx
બોલિવૂડ

દેશની બધી જ ફિલ્મો ભારતીય ફિલ્મો છેઃ તમન્ના

પુષ્પા, આર.આર.આર. અને કેજીએફ ૨ની સફળતાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોલિવૂડ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મો વચ્ચે સરખામણી શરુ થઈ ગઈ છે. આ વિશે અનેક સુપરસ્ટાર્સ પણ સ્ટેટમેન્ટ આપી ચૂક્યા છે અને તેના કારણે અનેક વિવાદ પણ ઊભા થયા હતા. આજ ચર્ચા પર ટેલેન્ટેડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ પણ પોતાનો મત રજુ કર્યો છે અને તેણે આ બંને ઈન્ડસ્ટ્રીને અલગ ગણવાની જગ્યાએ ફક્ત ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરીકે ઓળખાવી છે. તમન્નાએ આ વિશે કહ્યું હતું કે, મને એ નથી ખબર પડતી કે, આ ચર્ચા શું કામ થઈ રહી છે. તમે ભારતના કયા ભાગમાંથી આવો છો તેનું મહત્વ નથી પરંતુ તમે કેવું કન્ટેન્ટ ઓડિયન્સ માટે તૈયાર કરો છો તે ઈમ્પોર્ટન્ટ છે. દુનિયામાં પણ આપણી બધી ફિલ્મોને ભારતીય સિનેમા તરીકે જ જાેવાય છે. હું સિંધી છું. મેં દરેક ભાષાની ફિલ્મો કરી છે અને હિન્દી કરતા સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં વધારે અભિનય કર્યો છે. મને હિન્દીની સાથે તેલુગુ, તમિલ અને મલયાલમ પણ આવડે છે પરંતુ મેં ફક્ત કન્ટેન્ટના આધારે ફિલ્મો પસંદ કરી છે. કરિયરના કોઈપણ સમયે મેં ભાષાને મહત્વ નથી આપ્યું. કાન્સ ફિલ્મ ફેસ્ટીવલની વિઝિટ અંગે તમન્નાનું કહેવું છે કે, કાન્સમાં જઈને હું ઘણું બધું શીખી છું. ત્યાં પહોંચીને કોઈપણ એક્ટર ઘણું બધું શીખી શકે છે. ખરેખરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી શું છે અને કેવી રીતે કામ કરે છે તે જાેવાનો લહાવો તો ત્યાં જ મળી શકે છે. તમે વિવિધ વ્યક્તિને મળો છો. અલગ અલગ ફિલ્મો જાેઈને તેમની ફિલ્મ બનાવવાની ટેક્નિક જુઓ છો. સમગ્ર બિઝનેસ શું છે અને તેમાં કેટલી બધી ઓપોર્ચ્યુનિટી છે તે તો ત્યાંની મુલાકાત પછી જ તમે જાણી શકો.

Follow Me:

Related Posts